37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : SPએ તેરા તુજકો અર્પણ હેઠળ 12 મોબાઈલ પરત કર્યા,LCBએ વોન્ટેડ...

અરવલ્લી : SPએ તેરા તુજકો અર્પણ હેઠળ 12 મોબાઈલ પરત કર્યા,LCBએ વોન્ટેડ બુટલેગર,શામળાજી પોલીસે 234 બોટલ દારૂ જપ્ત

0
30

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા 2.39 લાખથી વધુના 12 મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા SP મનોહરસિંહ જાડેજાએ તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ફોનના માલિકોને પરત કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર સૂત્ર સાર્થક કર્યું હતું ચોરી થયેલ મોબાઈલ પરત મળતાં મોબાઈલ ધારકો આનંદિત થયા હતા અને પોલીસ તંત્રની સરાહના કરી હતી

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના પોલીસ સ્ટેશનમાં 3 પ્રોહિબિશનના ગુન્હમાં વોન્ટેડ રાજસ્થાન કાનપુર પાટિયાના બુટલેગર અનિલ બાબુ અસોડાને ઝડપી પડવા અરવલ્લી LCBએ બાતમીદારો સક્રિય કરી રાજસ્થાનમાં ધામા નાખતા બુટલેગર અનિલ અસોડા ડુંગરપુરમાં હોવાની બાતમી મળતાં તાબડતોડ બાતમી આધારિત સ્થળ પર પહોંચી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બંને જિલ્લાની પોલીસને હંફાવતા બુટલેગર એલસીબીની જાળમાં ફસાઇ જતા બચવા માટે હવાતિયાં માર્યા હતા

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ હાથધરી વિદેશી દારૂ ઘુસાડવાના બુટલેગરોના કીમિયાને સતત નિષ્ફળ બનાવી રહી છે ઉદેપુર તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી કારને અટકાવી તલાસી લેતા કારની પાછળની ડેકીમાં સંતાડેલ 96 હજારથી વધુનો દારૂ મળી આવતા કાર ચાલક બુટલેગર સલમાનખાન અબ્દુલકૈયુમખાન પઠાણ (રહે,અબ્દુલ રઝાકનો રોજો,દરિયાપુર અમદાવાદ) ઝડપી પાડી રૂ.4.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં દારૂ ભરી આપનાર ચંદુ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!