સાઠંબા (અરવલ્લી):
અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાની ઓઢા હાઈસ્કૂલ ખાતે પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાઓ માટે માર્ગદર્શનરૂપ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અક્ષર અકાદમીના ડાયરેક્ટર તથા પ્રખ્યાત શિક્ષણવિદ પ્રો. ડૉ. બી.સી. રાઠોડ સાહેબના અધ્યક્ષ સ્થાને Unitygroup અને Bajrang Academyના સહયોગથી યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન અક્ષર પબ્લિકેશનના માલિક પ્રો. શંકરસિંહ ખાંટ સાહેબ, એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ, અંકિત ઠાકોર, બી.કે. દેતાલ સહિત Bajrang Academy, Unitygroup તથા BKTS Seva Trustના આગેવાનો હાજર રહ્યા હતા. સાથે જ ઓઢા ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વક્તાઓએ પોલીસ ભરતી પ્રક્રિયા, લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ અને માનસિક તૈયારી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ સંકલ્પ લઈ પોલીસ ભરતી પાસ કરી બતાવવાનો શપથ લીધો હતો. આ માર્ગદર્શન વર્કશોપથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનું સંચાર થયું હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.






