31.7 C
Gujarat
Sunday, September 6, 2026
Home ગુજરાત News from Gujarat ભિલોડાની તિરૂપતિ સોસાયટીમાં નાના ભૂલકાઓ દ્વારા ઉત્સાહભેર જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મટકીફોડ કાર્યક્રમ...

ભિલોડાની તિરૂપતિ સોસાયટીમાં નાના ભૂલકાઓ દ્વારા ઉત્સાહભેર જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મટકીફોડ કાર્યક્રમ યોજાયો

0

જન્માષ્ટમીના ​પવિત્ર પાવન તહેવાર નિમિત્તે ભિલોડામાં નારસોલી રોડ પર ભોલેનાથ પાર્ટી પ્લોટ સામે આવેલ તિરૂપતિ સોસાયટીમાં નાના ભૂલકાઓ દ્વારા સ્વયં આયોજિત મટકીફોડ અને સાંસ્કૃતિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.કાર્યક્રમની ખાસિયત એ રહી કે, કોઈ વડીલોના સીધા હસ્તક્ષેપ વિના બાળકોએ જાતે જ ભેગા મળીને સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી હતી.

બાળકોએ જાતે દોરી બાંધીને મટકી શણગારી, શ્રી કૃષ્ણ ભક્તિના ગીતો સાથે ઉત્સાહપૂર્વક મટકીફોડનો આનંદ માણ્યો હતો.સોસાયટીના રહીશો તેમજ વડીલોએ ઉપસ્થિત રહ્યાને બાળકોના આ ઉત્સાહ અને એકતાની ભાવનાને તાળીઓના ગડગડાટથી વધાવી પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ માટે ચોકલેટ, ફરાળી ચેવડો, માખણ-મિસરી અને કેળાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.સમગ્ર સોસાયટી પરિસરમાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ ના નારા સાથે ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!