38 C
Ahmedabad
Sunday, May 19, 2024

રાજ્યસભા ચૂંટણીમાં રાજસ્થાન-હરિયાણાં કોંગ્રેસની મુશ્કેલી વધી, ધારાસભ્યએ કહ્યુ- પાંજરામાં નહી રહીએ


રાજ્યસભા ચૂંટણીમાં રાજસ્થાન અને હરિયાણામાં કોંગ્રેસની મુશ્કેલી ઓછી થતી નથી જોવા મળી રહી. રાજસ્થાનમાં પાર્ટીને પોતાના ધારાસભ્યોની ખરીદ વેચાણનો ડર સતાવી રહ્યો છે. આ કારણે પાર્ટીએ પોતાના ધારાસભ્યોને જયપુરથી 400 કિલોમીટર દૂર ઉદયપુર પહોચાડી દીધા છે.

Advertisement

હરિયાણામાં પાર્ટીએ પોતાના ઉમેદવારની જીત માટે પાર્ટીથી નારાજ કુલદીપ બિશ્નોઇ પર નિર્ભર રહેવા મજબૂર બની છે. પાર્ટીએ હરિયાણાથી અજય માકનને ઉમેદવાર બનાવ્યા છે. બિશ્નોઇ જો વોટિંગમાં ગેરહાજર રહે છે અથવા પક્ષ બદલે છે તો કોંગ્રેસના ઉમેદવાર હારી શકે છે.

Advertisement

કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યુ- અમને પાંજરામાં રહેવાનું પસંદ નથી

Advertisement

10 જૂને રાજ્યસભાની ચાર બેઠક માટે યોજાનારી ચૂંટણી પહેલા રાજસ્થાનમાં એક અસંતૃષ્ટ મંત્રી સહિત પાંચ ધારાસભ્યોએ પાર્ટીની મુશ્કેલી વધારી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગિર્રાજ સિંહ મલિંગા અને બસપાની ટિકિટ પર ચૂંટણી જીતીને કોંગ્રેસમાં સામેલ થનારા રાજેન્દ્ર ગુઢા, સંદીપ યાદવ, વાજિબ અલી અને લખન મીણા હોટલમાં પહોચ્યા નહતા.

Advertisement

રાજસ્થાનમાં કોંગ્રેસને 15 ધારાસભ્યની જરૂર

Advertisement

રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે 108 ધારાસભ્ય છે. પાર્ટીએ અહીથી પોતાના ત્રણ ઉમેદવાર ઉતાર્યા છે. એવામાં તેને પોતાના ત્રણેય ઉમેદવારની જીત માટે અપક્ષ અને નાના પક્ષ સહિત 15 ધારાસભ્યના સમર્થનની જરૂર છે. ભાજપે બીજી સીટ માટે અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાનું સમર્થન કરીને ચૂંટણીને મજબૂત કરી દીધી છે. ચાર સીટ માટે પાંચ ઉમેદવાર મેદાનમાં છે. ભાજપ પાસે 71 ધારાસભ્ય છે અને તે એક સીટ જીતવા માટે તૈયાર છે. તે બાદ તેની પાસે 30 વધારાના વોટ બાકી રહેશે. વધુ એક સીટ જીતવા માટે 41માંથી 11 ઓછા છે. એવામાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય પાર્ટીનુ સમીકરણ ખરાબ કરી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!