37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ધર્મ / જ્યોતિષ મોડાસા તાલુકાના મુન્શીવાડા શ્રી નિલકંઠ મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ...

મોડાસા તાલુકાના મુન્શીવાડા શ્રી નિલકંઠ મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાજતેગાજતે સંપન્ન

0
236

મોડાસા તાલુકાના મુન્શીવાડા શ્રી નિલકંઠ મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગ ઉલ્લાસભેર અને ધામધૂમથી સંપન્ન થયો હતો. ગ્રામજનોના સહયોગથી એકતા અને શ્રદ્ધાના પ્રતિક સમાન, મુન્શીવાડા ગામની પવિત્ર ધરતી પર શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યજ્ઞ યોજાયો હતો.

પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન પદે મુન્શીવાડાના અગ્રણી પટેલ પંકજકુમાર નરસિંહભાઈ (માનદ્ મેનેજીંગ ડીરેક્ટરશ્રી સા.કો.બેંક, હિંમતનગર) ઉપરાંત પાટલાના સહ યજમાનશ્રીઓ તેમજ યજ્ઞના આચાર્યશ્રી શાસ્ત્રીજી શ્રી શશીકાંત વ્યાસદેવ અને શ્રી નીરૂભાઈ મહરાજઇ નિશ્રામાં આ ત્રિદિવસીય નીલકંઠ મહાદેવજી ની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર સંપન્ન થઈ હતી.મોડાસા તાલુકો,અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાંથી ભાવિકો,મુમુક્ષુઓ, ધર્મપ્રેમીજનો અને આમંત્રિત મહેમાનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ગામના આબાલવૃદ્ધ સૌ કોઈ,સૌ સદ્ઘસ્થો, અને યુવાનોએ ઉમળકાથી આ મહોત્સવમાં ખડેપગે સેવાઓ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!