34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home સત્તા સંગ્રામ 2022 ‘મોંધીદાટ વીજળી સસ્તી કરો’ ના નારા સાથે ભિલોડામાં AAP ધ્વારા મશાલ રેલીનો...

‘મોંધીદાટ વીજળી સસ્તી કરો’ ના નારા સાથે ભિલોડામાં AAP ધ્વારા મશાલ રેલીનો કાર્યક્રમ

0

આમ આદમી પાર્ટી દ્વારા ભિલોડા તાલુકામાં વિજળી સસ્તી કરો ના આંદોલન માટે મશાલ રેલી નું આયોજન કરાયું હતુ. ભિલોડાના નારસોલી રોડ થી જી.ઈ.બી સુધી ભિલોડા વિધાનસભાના સંગઠન મંત્રી અને ઉબસલ તાલુકા પંચાયતના સીટના ડેલીગેટ ‌‌રૂપસિંભાઈ ભગોરા દ્વારા કરવામાં આવ્યું હતું.મશાલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.રેલી ભિલોડા તાલુકા પંચાયત કચેરી પાસે આવતાં ભિલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.જી.વસાવા એ રૂપસિંભાઈ ભગોરા,ડી.બી ડામોર,સોમાભાઈ ભગોરા,શંકરભાઈ બરંડા,એલ.કે કોટડ,કાંતિભાઈ ગામેતિ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.મશાલ રેલી કાઢવા દીધી ન હતી.પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અટકાયત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!