મેઘરજ તાલુકાની સરહદે આવેલા માંડલી ગામના વતની પ્રકાશચંદ્ર પટેલની વલસાડના પ્રભારી તરીકે નિમણુંક થતા મેઘરજ સહીત અરવલ્લી જિલ્લામાં ખુશાલી છવાઈ હતી. પ્રકાશચંદ્ર કોલેજ કાળથી જ સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તે સમયે સંઘ પ્રચારક તરીકે વર્ષો સુધી ઉમદા કામગીરી કર્યા બાદ તેવા છેલ્લા કેટલાક સમયથી સુરત ખાતે સ્થાયી થયાં છે અને ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ સેલના કન્વીનર તરીકે સેવાઓ આપી રહ્યા હતા.ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દૂર દેશી વિઝન અને મિશન 182 ને પૂર્ણ કરવા દરેક વિધાનસભા સીટના પ્રભારીઓની નિમણુંક કરાતા વલસાડ સીટ માટે પ્રકાશચંદ્ર પટેલની નિમણુંક કરવામાં આવી હતી.પ્રકાશચંદ્ર પટેલની પ્રભારી તરીકે નિમણુંક થતા વતન અરવલ્લી જિલ્લાના લોકોએ વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.


