38 C
Ahmedabad
Wednesday, May 1, 2024

મોડાસા : પશુઓ ભરેલ ટ્રકે ગૌ-રક્ષકોને કચડવાનો પ્રયાસ કરતા ચકચાર, પશુ ભરેલી ટ્રક ટોલપ્લાઝા નજીક પલટી જતા 7 પશુના મોત


અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે કસાઈઓ ને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ સતત પીકઅપ ડાલા અને ટ્રકમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરી રહ્યા છે મોડાસા-શામળાજી હાઇવે પર ગેરકાયદેસર પશુઓ ભરી પસાર થતી ટ્રકને ગૌ-રક્ષકોએ-બાઈક પર પીછો કરી રોકવાનો પ્રયત્ન કરતા ટ્રક ચાલકે ગૌ રક્ષકોને ટ્રક નીચે કચડવાનો પ્રયત્ન કરી ટ્રક પુરઝડપે હંકારતા ગાજણ ટોલપ્લાઝા પર ટ્રક પલ્ટી ખાઈ જતા ટ્રકમાં ભરેલ 9 પશુઓમાંથી 7 પશુઓનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાનાને પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

Advertisement

મોડાસા થી શામળાજી તરફ ટ્રકમાં મુશ્કેટાટ હાલતમાં પશુઓ બાંધી પસાર થતી ટ્રક ગૌરક્ષકોના ધ્યાને પડતા ગૌરક્ષકોએ બાઈક મારફતે ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે ગૌરક્ષકોની બાઈકને અડફેટે લેવાનો પ્રયત્ન કરી પરત મોડાસા ટ્રક હંકારી મુકતા ગૌ રક્ષકોએ જીવના જોખમેં ટ્રકનો પીછો કરતા ટ્રક ગાજણ ટોલપ્લાઝા પર પલ્ટી ખાઈ જતા ટ્રકમાં મુશ્કેટાટ હાલતમાં બાંધેલ 7 પશુઓના મોત નિપજ્યા હતા ટ્રક પલ્ટી જતા ત્રણ કસાઈઓ ફરાર થઈ ગયા હતા ટ્રકમાં રહેલ 2 પશુઓનો બચાવ થયો હતો ગૌરક્ષકોએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બે ભેંશને પાંજરાપોળ મોકલી આપવા વ્યવસ્થા હાથધરી હતી

Advertisement

મોડાસા રૂરલ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સહીત ત્રણ શખ્શો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!