asd
29 C
Ahmedabad
Friday, July 26, 2024

અરવલ્લી : SOG પોલીસે ચાંદટેકરીમાં ગાંજો વેંચતા મહેંદીહુસેન મુલતાનીને ઘરેથી દબોચી લીધો, 267.77 ગ્રામ ગાંજો જપ્ત


મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂ અને ગાંજાના નશાનો કારોબાર ધમધમી રહ્યો છે ગાંજાના નશાના રવાડે ચઢી યુવા વર્ગ બરબાદીના ગર્તામાં ધકેલાઈ રહ્યું છે મોડાસા શહેરમાં ગાંજા અને ચરસનું વેચાણ વધી રહ્યું હોવાની ચર્ચા વચ્ચે જીલ્લા એસઓજી પોલીસે ચાંદટેકરી વિસ્તારમાં ત્રાટકી ઘરમાં ગાંજાનો વેપલો કરનાર શખ્સને દબોચી લઇ 267.77 ગ્રામ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

અરવલ્લી એસઓજી પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમને ચાંદટેકરી વિસ્તારમાં નુરાની મસ્જીદ નજીક એક શખ્સ ઘરમાં ગાંજો વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારીત રહેણાંક વિસ્તારમાં ત્રાટકી મહેંદીહુસેન કાલુ મુલતાનીના ઘરમાં તલાસી લેતા કાપડની થેલીમાંથી 267.77 ગ્રામ ગાંજો રૂ.2677/- નો જથ્થો જપ્ત કરી નાસીરહુસેન મુલતાની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!