36 C
Ahmedabad
Sunday, May 5, 2024

સુરત ખાતે ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો’ને ખૂલ્લો મૂકતા CM ભૂપેન્દ્ર પટેલ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ‘ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન’(ફોગવા) દ્વારા તા.26 થી 28 દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-2022’ને ખૂલ્લો મૂકતા જણાવ્યું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનના માર્ગદર્શનમા વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની નેમ છે. મુખ્યમંત્રીએ વિવર્સ એકસ્પોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ એક્ઝિબિટર્સને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે અહીં વિવિધ વિવિંગ ઉત્પાદનોની જાણકારી મેળવી હતી.

Advertisement

દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતાં આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો 12 ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં 38 ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં 50 ટકા યોગદાન આપી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દાયકા પહેલા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા 2;74 લાખ હતી, તે વધીને આજે 8.66 લાખે પહોંચી છે. એટલું જ નહીં. ગુજરાતમાં બે દાયકા પહેલા ઔદ્યોગિક ઉત્પાદન 2.27 લાખ કરોડ હતું, જે આજે વધીને 16.19 લાખ કરોડને આંબી ગયું છે એમ જણાવતા નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે એવો મત તેમણે વ્યકત કર્યો હતો.

Advertisement

વિવર્સ એકસ્પો બેસ્ટ પ્રેક્ટિસીસ, નેટવર્કિંગ, આઈડિયા ક્રિએશનનું માધ્યમ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટેક્ષટાઈલ વિવિંગ ઉદ્યોગ ગુજરાતના કુશળ અને બિનકુશળ લોકોને ખૂબ મોટા પાયે રોજગારી આપે છે, ત્યારે પોતાની મૂળભૂત સમસ્યાઓ અંગે સંબંધિત વ્યાપારી વધુ માહિતગાર હોય છે એ વાતથી આ સરકાર સુપરિચિત છે, જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર લોકસમસ્યાઓ પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી નીતિ નિર્માણને પ્રાધાન્ય આપે છે.

Advertisement

કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવી છે, આફતને અવસરમાં તબદીલ કરવાની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપી છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનએ શરૂ કરેલી ‘વાયબ્રન્ટ ગુજરાત’ની પહેલથી ગુજરાતના વ્યવસાય-વેપારને નવી દિશા મળતા ઉદ્યોગોએ વિકાસના ક્ષેત્રમાં પોતાની આગવી ક્ષમતાનો પરિચય દુનિયાને કરાવ્યો છે.

Advertisement

પ્રાકૃત્તિક ખેતીમાં ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વ લઈ રહ્યું છે, ત્યારે ગાયના ગોબરમાંથી ગેસ, લિક્વિડ (સ્લરી) ઉત્પાદન માટે રાજ્ય સરકાર નાણાકીય સહાય આપે છે. કૃષિ ઉત્પાદનોના વધુ પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ખેડૂતો વેલ્યુ એડિશન અપનાવે તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Advertisement

એક્ઝિબિશનમાં બાયર્સને કાપડ ઉત્પાદકો સાથે સીધો સંપર્ક થઈ શકે છે અને એકસાથે એક જ સ્થળે સમગ્ર ગુજરાતમાં ઉત્પાદિત થતા જુદા જુદા વિવર્સના અલગ અલગ વેરાયટીના કાપડ જોઈને મુખ્યમંત્રીએ આયોજકોને આ પ્રકારનું સુચારૂ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશમાં ઉપયોગમાં લેવામાં આવેલા 20 કરોડ તિરંગામાંથી સુરતની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીએ 7.50 કરોડ તિરંગાનું ઉત્પાદન કરીને પોતાની ક્ષમતા બતાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે. કેન્દ્ર સરકારે મેન મેડ ફાઈબર, ટેક્નિકલ ટેક્ષટાઈલને વેગ આપવા માટેની પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવી છે. દેશમાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષટાઈલ રિજીયન અને એપેરલ (પીએમ-મિત્રા) પાર્ક અંતર્ગત રોડ, ટ્રેન અને પોર્ટ જેવી કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. પીએમ મિત્રા પાર્ક માટે 13 રાજ્યો પણ સહમત થયા છે. જે પૈકી ગુજરાત બજેટમાં ખાસ જોગવાઈ કરીને તેના અમલીકરણમાં પ્રથમ ક્રમે રહ્યું હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

Advertisement

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય સર્વ અરવિંદ રાણા, વિવેક પટેલ, પ્રવિણ ઘોઘારી સહિત ઉદ્યોગ અગ્રણીઓ ધીરૂભાઈ શાહ, સંજય સરાવગી, સાહિલ મુલતાની, આલોકભાઈ, લલિતભાઈ, સિદ્ધાર્થભાઈ, હરેશભાઈ સહિત ટેક્ષટાઈલ ઉદ્યોગકારો, વિવર્સ, વિવિંગ યુનિટ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!