જીલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીકે અરવલ્લીમાં 100 % મતદાન માટે 15 દિવસ સુધી મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે જેના થકી લોકો સુધી પોહચવામાં સફળ પ્રયાસો કર્યા છે
અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન
મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા પ્રેરિત અને ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રશસ્તી પારિક દ્વારા માર્ગદર્શિત તેમજ સ્વીપ નોડલ ઓફિસર નૈનેશ દવે અને અન્ય નોડલ ઓફિસર ના સયુંકત ઉપક્રમે સાત મેં સુધી મતદાર જાગૃતિ અંગેનો ઇન્ટેન્સિવ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે મોડાસા ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રન ફોર વોટ ના આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક SP શૈફાલી બારવાલ પણ આ રન માં જોડાયા હતા ,સાથે પોલીસ જવાનો અરવલ્લી જિલ્લાના સંકલનના અધિકારીઓ ,અને વિવિધ કચેરીઓનો સ્ટાફ, શિક્ષકો, ભાવી મતદાર એવા યુવાનો, અને અરવલ્લી જિલ્લાના અન્ય નાગરિકો બહોળી સંખ્યામાં રન ફોર વોટ માં જોડાયા હતા.અરવલ્લી જિલ્લામાં રન ફોર વોટ કાર્યક્રમમાં સમગ્ર નગરજનોને અને જિલ્લા સંકલનના તમામ અધિકારીઓને આ રેલીમાં જોડાઈને મતદાર જાગૃતિ નો સંદેશ પૂરો પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તી પારિક દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં રન ફોર વોટની શરૂઆત મોડાસા ચાર રસ્તા ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને શરૂઆત કરાવવામાં આવી હતી જે મોડાસાના માર્ગો થી થઈને કુમકુમ પાર્ટી પ્લોટ સુધી સમાપ્ત કરવામાં આવી હતી.જિલ્લા ચૂંટણી અધિકારીએ રન ફોર વોટ રેલીમાં ભાગ લેનાર તમામનું અને 15 દિવસ સુધી યોજાયેલ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાવા બદલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા, જિલ્લા વિકાસ અધિકારી, અન્ય વિભાગીય અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.