BJP યુવા મોરચાની વિશાળ બાઇક રેલીમાં લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયાનું શક્તિ પ્રદર્શન
લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસે મતદારોને રીઝવવા એડી ચોંટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં જીલ્લા યુવા મોરચા દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભાનાબેન બારૈયાના પ્રચાર અર્થે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના માર્ગો પર યોજાયેલ જંગી બાઇક રેલીમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે ટ્રેક્ટર ચલાવી શોભાનાબેન બારૈયાના સારથી બની શહેરીજનો પાસે મત માંગી જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું હતું
અરવલ્લી જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા લોકસભાના ઉમેદવાર શોભાનાબેન બારૈયાના ઉપસ્થિતિમાં મોડાસા શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજી હતી બાઇક રેલીમાં મંત્રી ભીખુસિંહ પરમારે ટ્રેક્ટર ચલાવ્યું હતું યુવા મોરચાની બાઇક રેલીનું ઉમિયા ચોકથી પ્રસ્થાન થયું હતું સમગ્ર શહેરના માર્ગો પર ભાજપનો કેસરિયો લહેરાવ્યો હતો બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ, નગરપાલિકા પ્રમુખ નીરજ પટેલ સહિત શહેર સંગઠન,મહિલા મોરચો,નગરપાલિકાના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સાથે શક્તિપ્રદર્શન કર્યું હતું લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ અરવલ્લી જીલ્લા યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ અને તેમની યુવા ટીમની વિશાળ રેલીથી પાંચ લાખની લીડથી વિજય મેળવવા કટિબદ્ધ હોવાનું જણાવી યુવા મોરચાનો આભાર વ્યક્ત કર્યો હતો