દેવી-દેવતાઓના શરણે પહોંચ્યા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો મંદિરે માથું ટેકવી જીત માટે કરી પ્રાર્થના
ભાજપે કૂટનીતિક રાજકારણની જેમ શોભાના બેન બારૈયાના નામાંકન પત્ર ભરવા દરમિયાન ભીખાજી ઠાકોરને સાથે રાખ્યા હતા
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જંગી સભા અને રેલી યોજી ઉમેદવારી પત્રક ભર્યુ, ભાજપના આંતરિક વિરોધથી કોંગ્રેસીઓ ગેલમાં
ભાજપમાં સનિષ્ઠ યુવા કાર્યકર્તા અને BZ ગ્રુપના સીઈઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાતથી ત્રિપંખીઓ જંગ જામશે
તુષાર ચૌધરી નામાંકન પ્રક્રિયામાં બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ એક જ દિવસે શક્તિપ્રદર્શન સાથે દાવેદારી નોંધવતા હિંમતનગર ચૂંટણી રણસંગ્રામ મેદાનમાં પર્વર્તિત થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.સાબરકાંઠાનાં ભાજપનાં ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ખેડ તસિયા રોડ પર વૈશાલી ગ્રાઉન્ડમાં સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના અગ્રણીઓ સાથે વિશાળ સભામાં જનમેદની સંબોધી હતી બીજીબાજુ કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ બંને જીલ્લાના કોંગ્રેસી અગ્રણીઓની ઉપસ્થિતિમાં અશોક વાટિકામાં હજ્જારો કાર્યકર્તાઓ સાથે સભા યોજી હતી
સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા એ વિજય સંકલ્પ રેલી યોજી જીતનો શંખનાદ કર્યો હતો અરવલ્લી-સાબરકાંઠા ભાજપ સંગઠન દ્વારા શ્રીફળ, શાલ આપી ભાજપને જીતડવાની શુભેચ્છાઓ આપી હતી આ વિજય સંકલ્પ રેલીમાં ઉપસ્થિત ભાજપની મહિલાઓએ પણ હથેળીમાં કમળ દોરી એક કમળ દિલ્હી મોકલવાના શપથ લીધા હતા ભાજપના અગ્રણીઓએ અને કાર્યકર્તાઓ એ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડવા હુંકાર કર્યો હતો
કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ અશોક વાટિકામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી સભાસ્થળેથી શક્તિ પ્રદર્શન કરતાં નામાંકન કરવા માટે નીકળ્યા હતા અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું.તુષાર ચૌધરીને કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકર્તોએ જંગી મતથી ભવ્ય વિજય પ્રાપ્ત કરવા વિશ્વાસ અપાવવાની સાથે બંને જીલ્લાના મતદારોને આહવાન કર્યું હતું