33 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી : રાજકોટ મહાસંમેલન પહેલા શિલાદેવી ગોગમેડીને રતનપુર ચેકપોસ્ટ પરથી પોલીસે નજરકેદ કર્યા..!!


રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ બફાટને પગલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ સાથે તેમની ઉમેદવારી રદ કરવામાં આવેની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં વિરોધ પછી રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે આ મહાસંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા રાજસ્થાન કરણીસેનાના સુખદેવસિંહ ગોગમેડીના પત્ની શિલાદેવી ગોગમેડી સહિત અન્ય રાજપુત સમાજના અગ્રણીઓને રતનપુર ચેકપોસ્ટ નજીક પોલીસે અટકાયત કરી લીધી હતી અને મહાસંમેલન પૂર્ણ ન થાય ત્યાં સુધી નજરકેદ રાખવામાં આવશે હાલ નજરકેદ કરાયેલ શિલાદેવી ગોગમેડી અને તેમની સાથે રહેલ ત્રણ રાજપૂત અગ્રણીઓ અંગે અરવલ્લી પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી

Advertisement

Advertisement

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં રવિવારે યોજાનાર ક્ષત્રિયોનું મહાસંમેલનના પગલે રાજ્યની તમામ આંતરરાજ્ય સરહદો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનથી કરણીસેનાના સુખદેવસિંહ ગોગમેડીના પત્ની શિલાદેવી ગોગમેડી, યોગશા કટાર,અધિરાજસિંહ ગોગમેડી અને ચત્રસિંઘ નરુકા અને અન્ય રાજપૂત અગ્રણીઓ જયપુરથી રાજકોટ મહાસંમેલનમાં ભાગ લે તે પહેલા અરવલ્લી જીલ્લાની રતનપુર ચેકપોસ્ટ પર વહેલી સવારે ત્રણ વાગ્યાના સુમારે અટકાયત કરી નજરકેદ રાખવામાં આવ્યા હોવાના તેમની સાથે રહેલ રાજપૂત યુવા અગ્રણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું પોલીસે નજરકેદ રખાયેલ શિલાદેવી ગોગમેડી અને અન્ય ત્રણ રાજપુત અગ્રણીઓ સાથે પાંચ વાગ્યાના સુમારે સંપર્ક થયા પછી સંપર્ક વિહોણા બન્યા હોવાથી હાલ કયા છે તે કોઈને ગંધ સુદ્ધા પહોચી નથી પોલીસે અટકાયત કરેલ શિલાદેવી ગોગમેડી અને તેમના સહયોગીઓને રાજકોટ મહાસંમેલન પૂર્ણ ન થાય ત્યાં સુધી નજરકેદ રાખવામાં આવશેની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!