*સાબરકાંઠા લોકસભા બેઠક પર ત્રિકોણીઓ જંગના એંધાણ*
*સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં સેવાકીય કર્યોમાં અગ્રેસર ભૂપેન્દ્રસિંહ ઝાલા યુવાનોનો લોકપ્રિય ચહેરો*
*ગુજરાત લોકસભાની ચૂંટણીમાં છેલ્લા 52 વર્ષથી અપક્ષ ઉમેદવાર વિજય મેળવી શક્યો નથી આ મહેણું ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાંખશે..!!*
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે સાબરકાંઠા લોકસભા બેઠક પર સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર અને ભાજપના સનિષ્ઠ કાર્યકર અને યુવા ક્ષત્રિય ચહેરો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ટીકીટ માટે દાવેદારી નોંધવી હતી પક્ષે તેમની અવગણના કરતા તેમના ટેકેદારોમાં ભારે નિરાશા સાથે રોષ ફેલાયો હતો બીજીબાજુ ભાજપે કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્ની શોભાના બેન બારૈયાને ટીકીટ આપતાં સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં આયાતી ઉમેદવાર તરીકે ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધવવાની જાહેરાત કરતા જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ મંગળવારે શુભ મુહર્તમાં ઉમેદવારી પત્ર ભરી દીધા છે ત્યારે BZ ગ્રુપ અને ગ્રોમોર એજ્યુકેશનના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપ પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં હિંમતનગર બેઠક માટે છેલ્લે સુધી રેસમાં રહ્યા બાદ કેસરિયો કરનાર પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય વી.ડી.ઝાલાને ટીકીટ આપ્યાં પછી લોકસભાની બેઠકમાં પણ તેમની અવગણના કરી આયાતી ઉમેદવાર શોભાના બેન બારૈયાને ટીકીટ આપતાં ભાજપમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે ભાજપના યુવા કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાના ટેકેદારોએ અને અંદર ખાને ભાજપના કેટલાક સનિષ્ઠ અગ્રણીઓ અને કાર્યકર્તોએ મદદ કરવાની હૈયાધારણા આપી અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે આહવાન કરતા તેમણે ગુરુવારે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની જાહેરાત કરવાની સાથે બંને જિલ્લાના પ્રજાજનોને ગ્રોમોર કેમ્પસ ખાતે આશીર્વાદ અપાવા આવવા આહવાન કર્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અપક્ષ ઉમેદવારી ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા માટે બૂમરેંગ સાબિત થાય તો નવાઈ નહીંની ચર્ચાએ જોર પકડ્યું છે જો કે રાજનીતિક વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ભાજપના આયાતી ઉમેદવાર શોભાના બેન બારૈયાના વિરોધનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને ઓછો મળે તો નવાઈ નહીં કોંગ્રેસ માટે અપક્ષ ઉમેદવારી નહીં નફો નહીં ખોટ બની રહેવાની સંભાવના પ્રબળ બની છે