38 C
Gujarat
Sunday, July 12, 2026
Home આપના કામની વાત કચ્છ કેરીના રસિકો માટે સારા સમાચાર : ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીના...

કચ્છ કેરીના રસિકો માટે સારા સમાચાર : ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીના વાવેતરમાં થશે મબલખ ઉત્પાદ

0
341

ઉનાળો શરૂ થતાં જ કચ્છી કેસર કેરીના ચાહકો કેરીની રાહ તાકીને બેઠા હોય. અન્ય કેરીના સરવાળે થોડી મોડી આવતી કચ્છની કેસર કેરી કદમાં પણ મોટી અને રસાળ હોતાં કચ્છી કેસર કેરીના રસિયાઓ તેના સિવાય અન્ય કોઈ કેરી પસંદ કરતા નથી. તો આ વર્ષે કચ્છી કેસરના ચાહકો માટે સારા સમાચાર છે કે કેરીના ઉત્પાદનમાં કોઈ ઘટાડો થવાનો ન હોવાથી આ વર્ષે મબલખ ઉત્પાદન જોવા મળશે અને કચ્છ તેમજ ગુજરાત બહાર તેની રાહ જોતા લોકોને સારી માત્રામાં આંબા મળશે. સરહદી જિલ્લા કચ્છમાં નાયબ બાગાયત નિયામકના જણાવ્યા મુજબ ૧૦૬૦૦ હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા અને અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે કેરીના પાકનું કરાયેલ વાવેતરમાંથી ૭૦ થી ૮૦ ટકા કેરીનું પાક કચ્છમાં થાય છે. આ વર્ષે ૮૫૦૦ થી ૯૦૦૦ હેક્ટરમાં ઉત્પાદન થવાની શક્યતા છે. કચ્છ જિલ્લામાં થતાં કેરીના વાવેતરમાંથી સરેરાશ ૬૫૦૦૦ મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે. બજારમાં કચ્છની કેસર કેરીની માંગ પણ વધારે રહેતી હોય છે. ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ નવા ૩૦૦ થી ૪૦૦ હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કરીને ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે

કચ્છમાં તાલુકા પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધુ માંડવી તાલુકામાં ૨૯૦૦ હેકટર, અંજાર તાલુકામાં ૨૧૦૦, ભુજ તાલુકામાં ૧૯૦૦ અને નખત્રાણા તાલુકામાં ૧૭૦૦ હેક્ટરમાં જ્યારે અન્ય તાલુકાઓમાં મળીને ૨૦૦૦ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે આમ કુલ ૧૦૬૦૦ હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે તેવું નાયબ બાગાયત નિયામકે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!