38 C
Ahmedabad
Monday, May 6, 2024

બજેટ સત્રના બીજા તબક્કામાં જમ્મુ કાશ્મીર માટે બજેટ પ્રસ્તાવ રજૂ થતાં વિરોધ


સંસદના બજેટ સત્રનો પહેલો તબક્કો પૂર્ણ થઇ ચૂકયો છે ત્યારે આજથી બીજા તબક્કાનો પ્રારંભ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં નિર્મલા સીતારમણ દ્વારા આજે જમ્મુ કાશ્મીર માટે બજેટ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો

Advertisement
જમ્મુ કાશ્મીર માટે બજેટ પ્રસ્તાવ રજૂ કરાતા વિરોધ થયો હતો નિર્મલા સીતારમણે કહ્યું કે, આ પહેલા પણ યુપીએના કાર્યકાળ દરમિયાન બન્યું છે. કોંગ્રેસ અને અન્ય સાંસદોનો વાંધો પાયાવિહોણો છે
 નાણાકીય વર્ષ 2021-22 માટે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે અનુદાનની માંગ પર ચર્ચા શરૂ થઇ હતી. ચર્ચા પછી ફરી એકવાર વાંધો કોંગ્રેસના સાંસદોએ ઉઠાવ્યો હતો. બીજેપીના અન્ય સાંસદોએ એ કહ્યું કે, બંધારણની કલમ 357 હેઠળ કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીર અંગે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે.
જોકે સંસદના સત્ર નો બીજા તબક્કાનો પ્રારંભ એવા સમયે થયો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પાંચમાંથી ચાર રાજ્યો જેમાં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ગોવા અને મણિપુરમાં ચૂંટણી જીતી છે.
બજેટ સત્ર નો પહેલો તબક્કો 29 જાન્યુઆરીએ સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભા ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે બીજા તબક્કાની શરૂઆત આજથી થઈ ગઈ છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!