38 C
Ahmedabad
Thursday, April 25, 2024

સત્તા સંગ્રામ : ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના કોંગ્રેસ પર આકરા પ્રહારો સાથે ગૌરવ યાત્રાનો બહુચરાજીથી પ્રારંભ,


ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજથી પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલના માર્ગદર્શનમાં યોજાનાર ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો. યાત્રામાં ગુજરાતની જનતા જનાર્દનને ગૌરવ પુર્ણ વિકાસના કાર્યોની માહિતી આપવામાં આવી. આજથી શરૂથતી આ યાત્રા બહુચરાજી મંદિરથી માતાના મઢ કચ્છ પુર્ણ થશે.

Advertisement

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગૌરવ યાત્રા થકી માં બહુચરાજીના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ગૌરવ યાત્રા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નથી. આ યાત્રા નિકાળનાર ભાજપ હોઇ શકે, આ ગૌરવ યાત્રા માત્ર ગુજરાતની નથી.આ ગૌરવ યાત્રા ભારતના ગૌરવને સ્થાપિત કરતી યાત્રા છે. આજે દેશ આત્મ નિર્ભર, વોકલ ફોર લોકલ,વિકસીત ભારત બનાવવા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે ઉચાંઇ પર જઇ રહ્યુ છે તે યાત્રાની ગંગોત્રી ગુજરાત છે. ગુજરાતે દેશને સાધુ સંતો, સામાજીક સુઘારકો,પ્રખર નેતાઓ આપ્યા.આ ગૌરવ યાત્રાથી ગુજરાતનો એક એક નાગરીક ગૌરવવાંતીત થશે. રાજકીય નેતા કેવી રીતે પ્રદેશ અને દેશની તસ્વીર બદલે તેનું જીવતું ઉદાહરણ આપણે ગુજરાતથી જોયુ છે અને હવે દેશની વિકાસ યાત્રા જોઇ રહ્યા છે.

Advertisement

નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે ભાઇને ભાઇથી લડાવ્યો. જ્યા પાણી જોઇતુ હતું ત્યા પાણી ન આપ્યુ. જે વિકાસની યાત્રા ચાલતી તેને અટકાવાનો પ્રયાસ કર્યો.આજે સમય તો જુઓ કોંગ્રેસ આજે અટકેલી,ફસાયેલી અને ભટકેલી છે. એક બાજુ મમતાએ નેનો પ્લાન્ટને ના પાડી દીધી તો બીજી બાજુ આપણા ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ નેનો પ્લાન્ટનુ ગુજરાતમાં સ્વાગત કર્યુ. કોરોના મહામારીથી દેશને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે બચાવી લીધું. દેશને કોરોના સામે રક્ષણ મળે તે માટે એક નહી બે-બે રસી ફ્રીમાં આપી. પહેલા પોલીયો જેવા રોગોની રસી માટે વર્ષો વીતતા પણ કરોનાની રસી 9 મહિનામાં આપી દીધી. આ સરકાર પ્રો-એક્ટીવ સરકાર છે, જવાબદાર સરકાર છે. ભાજપ સરકાર લોકોના દુખ-દર્દ સમજી શકે છે. યુક્રેનમાં યુદ્ધ સમયે દેશના યુવા વિદ્યાર્થીઓને પરત લાવવાનું સફળતાથી કામ કર્યુ. બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે એક ફોન કરી અટકાવ્યું અને 22 હજાર વિદ્યાર્થીઓને સલામત ભારત લાવ્યા.

Advertisement

નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે પહેલા કોંગ્રેસની સરકારમાં દિવસભર નેશનલ હાઇવે માત્ર 12 કિ.મી બનતા પરંતુ આજે 37 કિ.મી બને છે. એક સમયે દેશમાં રેલ લાઇન એક વર્ષમાં 375 કિ.મી બનતી આજે 1458 કિ.મી રેલા લાઇન બને છે. એક સમયે 27 હજાર કરોડ એગ્રી કલ્ચરનું બજેટ હતું આજે એક લાખ 24 હજાર કરોડ બજેટ છે. દેશના ખેડૂતોને કિસાન સમાન નિધી મળે છે. પહેલા એક પ્રઘાનમંત્રી કહેતા કે હું એક રૂપિયા મોકલુ તો તે 85 પૈસા ક્યા જાય છે તે ખબર નથી આજે મોદીજી 11 કરોડ ખેડૂતોને તેમના ખાતમાં 2-2 હજાર રૂપિયા સીધા જમા કરાવે છે. પાછલા 21 વર્ષમાં ગુજરાતની તસ્વીર બદલાઇ છે. આજે ગુજરાત સ્ટાર્ટ અપમાં,સોલર,ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ,પાવર એનર્જી,સર પ્લસ પાવર,શિક્ષણ,હેલ્થમાં ગુજરાત આગળ છે.

Advertisement

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબેના માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકાથી ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે વિકાસના પાયા નખાયા છે. દેશમાં આવેલ કોરોના મહામારીમાં દેશનો કોઇ ગરીબ ભૂખ્યો ન સુવે તેના માટે પણ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચિંતા કરી અને 80 કરોડ લોકોને નિ:શુલ્ક અનાજ આપવાની વ્યવસ્થા કરાવી. કોરોના પછી પણ ગુજરાત નાણાકીય વ્યવસ્થામાં નિતિ આયોગ પ્રમાણે આજે નંબર વનની પોઝીશન પર છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબ,રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં આવનાર ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા પ્રયાસ કરીએ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!