29 C
Ahmedabad
Thursday, April 25, 2024

Live Update – મોરબી હોનારત: મોતનો આંકડો 134 પર પહોંચ્યો, સેનાની ત્રણેય પાંખ રેસ્ક્યુમાં જોડાઈ


મોરબીમાં રવિવારના દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં 134 જેટલા લોકોના મોત નિપજ્યા છે. ઝૂલતો પૂલ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે 350 થી વધારે લોકો નદીમાં ખાબક્યા હતા, જેને લઇને મોડી રાત્રીથી જ રેસ્ક્યુ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી હતી.મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનાાં અત્યારસુધીમાં 134 મૃતદેહ બહાર કાઢ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં 30થી વધુ બાળકોનો પણ સમાવેશ થયા છે. છેલ્લા 8 કલાકથી નેવી એરફોર્મ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!