35 C
Ahmedabad
Friday, April 26, 2024

મોરબી હોનારત: હોસ્પિટલમાં દર્દનાક દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં મૃતદેહ, પરિવારોમાં આક્રંદ


મોરબીમાં 140 વર્ષ જૂનો ઝુલતો કેબલ બ્રિજ રવિવારે સાંજે તૂટી પડતા અત્યાર સુધીમાં 131 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ કેટલાય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બાજુ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે મદદ કરવામાં આવી રહી છે તો કેટલાક લોકો સારવાર દરમિયા મોતને ભેટ્યા લોકોના મૃતદેહનો હોસ્પિટલમાં જમાવડો જોવા મળ્યો હતો. સેનાના 200 થી વધારે જવાનો મોરબી હોનારતમાં મદદે પહોંચી ગયા છે.મોરબીની સિવિલ હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં બેડ પર મૃતદેહો જોવા મળી રહ્યા છે. એક-એક બેડ પર મૃતદેહો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા છે. હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડતા કોરોના સંક્રમિત દર્દીઓ માટે બનાવવામાં આવેલા વોર્ડમાં આ મૃતદેહોને રાખવા પડ્યા હતા. પોતાના સ્વજનોની બાજુમાં બેસીના પરિવારજનો વલોપાત કરી રહ્યા છે.મોરબીમાં બનેલી ઘટનાને પગલે સરકારે કડક કાર્યવાહી કરવાની બાંયધરી આપી છે અને પોલિસ કાર્યવાહી પણ શરૂ કરી ગુનો નોંધી દીધો છે. આ સમગ્ર ઘટનાને લઇને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!