33 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી : ખનીજ માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ લાચાર…!! રેડ કરવા ગયેલી ટીમે જપ્ત કરેલ વાહનો ખનીજ માફિયાઓ છોડાવી ગયા


અરવલ્લી જીલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાં લાલ માટી,મોરમ,રેતી-કપચીનું મંજૂરી મેળવીને તે સિવાયના સ્થળે કે મંજુરીથી વધુ વિસ્તારોમા કે મંજુરી મેળવ્યા વગર જ ખનીજ ચોરી અનેક જગ્યાએથી થાય છે તે જગજાહેર બાબત છે, આવા સ્થળો લગત વિભાગથી અજાણ હોય તેવુ તો બને નહી ખાણ ખનીજ વિભાગના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની છત્રછાયા નીચે બેફામ બનતા રેડ કરવા ગયેલી ટીમ પર હુમલો કરતા અચકાતા નથી

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લા ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઈઝરને ગાજણ ગામ નજીક ડુંગર પરથી બેફામ ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળતા મંગળવારે રાત્રે ખાણ ખનીજ વિભાગની ટીમે સિક્યુરીટી સાથે રેડ કરી જેસીબી મશીન,ટ્રેકટર સહીત અન્ય વાહન જપ્ત કરવાની કામગીરી હાથધરતા સ્થળ પર ખાણખનીજ માફિયા અને તેના મળતીયાઓની ગેંગ ઘટના સ્થળે પહોંચી રેડ કરનાર ટીમને ઘેરી લઇ રોડ પર જપ્ત કરેલ વાહનો માટે બાઈકો અન્ય આડાશો મૂકી દઈ જપ્ત કરેલ વાહનો લઇ ખનીજ માફિયાઓ નાસી છૂટ્યા હતા

Advertisement

Advertisement

ખનીજ માફિયા ગેંગ સામે ખાણ ખનીજ વિભાગની ટીમ લાચાર બનતા મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચે તે પહેલા ખનીજ માફિયાઓ જપ્ત કરેલ વાહનો લઇ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા તંત્ર દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!