32 C
Ahmedabad
Saturday, April 20, 2024

ધવલસિંહ ઝાલાનો ભાજપને લલકાર : બાયડ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવશે, અન્યાય સામે એલાન-એ-જંગ


ભાજપમાં ભડકો: બાયડ બેઠક પર ભાજપ-કોંગ્રેસની બાજી બગાડશે અપક્ષ ઉમેદવાર? ધવલસિંહ ઝાલા કરશે ઉમેદવારી

Advertisement

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બને તેવું લાગે છે. તેમાંય ભિલોડા અને બાયડ બેઠક પર સૌકોઈની નજર છે. ભિલોડા અને બાયડ બેઠક પર કોંગ્રેસે છેલ્લે છેલ્લે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, પણ હજુ બાયડ બેઠક પર ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. બાયડ બેઠક પરથી ભાજપના નેતા ધનલસિંહ ઝાલાની ટિકિટ કપાઈ છે તો કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય જશુ પટેલને પણ કોંગ્રેસે આ વખતે ટિકિટ નહીં આપી નારાજ કર્યા છે. એટલે બંન્ને પાર્ટીમાં ભડકો થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. પણ ભાજપના નેતા ધવલસિંહ ઝાલા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવાના છે.ભાજપ નેતા ધવલસિંહ ઝાલા આ પહેલા બાયડ ખાતે તેમના સમર્થકોના મત જાણ્યા હતા અને શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું, ત્યારે હવે તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી દીધી છે એટલે ભાજપમાં ભડકો ચોક્કસથી છે. ભારતીય જનતા પાર્ટીએ ધવલસિંહ ઝાલાને આ વખતે ટિકિટ નથી આપી ત્યારે તેઓ છેલ્લા ઘણાં સમયથી નારાજ ચાલી રહ્યા હતા, ત્યારે તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરતા હવે ભાજપ કઈ રણનીતિ પર કામ કરશે તે જોવું રહ્યું, તો બીજી બાજુ કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય જશુ પટેલ પણ નારાજ છે જોકે હજુ તેઓ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે કે નહીં તે અંગે ચોક્કસ વાત સામે આવી નથી, પણ રાજકારણમાં ગરમાવો ચોક્કસથી આવી ગયો છે.

Advertisement

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં બાયડ વિધાનસભાની ચૂંટણી રસાકસી ભરી રહે તેવું સ્પષ્ટપણે લાગે છે, કારણ કે, છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય જશુ પટેલ તેમના વિસ્તારમાં લોકસંપર્ક કરતા હતા તો ભાજપના નેતા ધવલસિંહ ઝાલા પણ મહેનત કરવામાં કોઇ કસર બાકી નહોતી રાખી, પણ ભાજપ અને કોંગ્રેસ બન્ને નેતાઓને પડતા મુકી દેતા ભાજપ-કોંગ્રેસમાં ભડકો થયો છે અને હવે ધવલસિંહ ઝાલાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવાનો નિર્ણય કરતા કોનો ખેલ બગડશે તે જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!