33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home સત્તા સંગ્રામ 2022 અરવલ્લી : મતદારો ઉમેદવારોની ટાઢ ઉડાડી રહ્યા છે, ત્રણેય વિધાનસભા બેઠકો પર...

અરવલ્લી : મતદારો ઉમેદવારોની ટાઢ ઉડાડી રહ્યા છે, ત્રણેય વિધાનસભા બેઠકો પર મતદારો અંડર કરંટમાં, ચૂંટણીમાં નીરસ માહોલ

0
190

જનસંપર્કમાં બારણા બંધ કરતી પ્રજા અને કેમેરા સમક્ષ કાલ્પનિક અભિવાદન ઝીલતા નેતા ચર્ચાના એરણે

અરવલ્લી વિધાનસભાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી હોવા છતાં હજુ સુધી ચૂંટણીનો માહોલ ન જામતા પ્રજાની નીરસતા બહાર આવી છે. ત્રણે વિધાનસભા બેઠકો પર ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સતત દોડાદોડી કરી રહ્યા છે મતદારોનું મૌન ઉમેદવારો અને તેમના ટેકેદારો માટે અકળાવનારું બની રહ્યું છે પક્ષના કાર્યાલયો પર પણ ચૂંટણી માહોલ બનતો નથી તેની પાછળનું એક કારણ પ્રજાને નજર અંદાજ કરતા નેતાઓ હોવાનું પણ સપાટી પર આવ્યું છે. પ્રજાનું કહેવું છે કે, ચૂંટણી સમયે દ્રશ્યમાન થતા નેતા ભલે જીત કે પછી હારે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલ વચન અને વાયદા પૂર્ણ કરવામાં નિષ્ફળ નિવડે છે.જીત પ્રાપ્ત કરનાર કે હાર મેળવનાર નેતાઓ પાંચ વર્ષ સુધી મત વિસ્તારમાં ડોકાતાં નથી પ્રજાના પ્રશ્નો સમયે હાથ ઉંચા કરી લેતા હોય છે

ડિસેમ્બરને એક દિવસ બાકી રહ્યો છે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં મતદારો ઠુંઠાઈ વાઈ જતા ઉમેદવારોની ટાઢ ઉડી ગઈ છે ઉમેદવારો ના પ્રચાર માટે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની ભીડ એકઠી કરવા સ્થાનિક નેતાઓને આંખે આંસુ લાવી રહી છે ઉમેદવારો સાથે સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે ધીરે ધીરે ઠંડી જામી રહી છે ઉમેદવારોને મતદારોનું કેટલાક વિસ્તારોને બાદ કરતા જન સમર્થન પણ મળતું નથી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તો ઉમેદવારો સાથે પ્રચારમાં નીકળેલા સમર્થકો જેટલી ભીડ પણ એકઠી થતી નથી.

ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મતદારોની નીરસતા આંખે ઉડીને વળગી રહી છે મતદારોનો દરેક પક્ષને આવકાર આપી રહ્યા છે ઉમેદવારોના બનાવેલ ઠેર ઠેર કાર્યાલયો પર પણ મેળાવડા થતા નથી માથે ચૂંટણી હોય અને કાર્યાલયમાં કાગડા ઉડતા હોય ત્યારે ચૂંટણીનો માહોલ આ વખતે કેટલો નિરસ છે એવું લાગે છે.એક હોદ્દેદારે કહ્યું કે આટલો નિરસ માહોલ ક્યારેય જોવા મળ્યો નથી. સવારમાં જ લોકો આવી જાય અને ચાની ચૂસકીઓ સાથે થનગનાટ જોવા મળતો, પણ આ વખતે કોઈની ઠંડી ઊડતી જ નથી.પક્ષની જવાદારી ધરાવતા હોદ્દેદારોમાં મૂંઝવણ પ્રવર્તી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!