30 C
Ahmedabad
Thursday, April 25, 2024

પંચમહાલ: શહેરાના નાંદરવા ગામે કોંગ્રેસના જાહેરસભા, તમામ પક્ષોએ લગાવ્યું એડીચોટીનું જોર


પંચમહાલ જીલ્લામાં વિધાનસભાની ચુટણીને લઇને રાજકીય માહોલમાં તેજી આવી રહી છે.બીજા તબ્બકાની ચૂંટણીના પ્રચારની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. શહેરા તાલૂકાના નાંદરવા ખાતે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની એક જાહેરસભા યોજાઈ હતી.જેમા તેમને ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા.શહેરા વિધાનસભા બેઠક ના કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીને જંગી બહૂમતીથી જીતાડવા અપીલ કરી હતી. આ જાહેરસભામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો અને જાહેરજનતા ઉપસ્થિત રહી હતી.

Advertisement

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને શહેરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીના પ્રચાર માટે જાહેર સભા યોજાઈ હતી.જેમાં ભરતસિંહ સોલંકીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ભૂતકાળમાં કોંગ્રેસે કરેલી કામગીરીને યાદ કરાવી હતી.ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં વધતી જતી મોંઘવારીમાં ૪૦૦ રૂપિયામાં મળતો ગેસનો બોટલ ૧૨૦૦ રૂપિયે થયો છેસાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થયો હોવાનું જણાવ્યું હતું, વધૂમાં શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીવાળાને ઓળખી લેજો કેજરીવાલના મોટાભાગના માણસો બિસ્તરા પોટલા બાંધી દિલ્હી પહોંચી ગયા અને MCDની ચુંટણીમાં લાગી ગયા કારણ કે એમને ખબર પડી ગઈ કે ગુજરાતમાં ખાતું ખૂલવાનું નથી અને ડિપોઝીટ બચે એવી શક્યતા નથી તેમ જણાવી કહ્યું કે ગુજરાતમાં બે જ પાર્ટી ચાલે પહેલા નંબરમાં કોંગ્રેસનો પંજો અને બીજા નંબરમાં બે ડબ્બાવાળુ બે એન્જીન વાળુ ગાડુ આવે…એય પાછું ચાલે કે ના ચાલે અત્યારે તો એ ખોટકાઇ ગયું હોવાનું જણાવ્યુ હતુ.કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી શહેરા બેઠક પરથી જંગી બહુમતીથી વિજયી બનશે તેમ જણાવતા તેમને તાળીઓથી વધાવી લીધા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!