asd
26 C
Ahmedabad
Wednesday, September 18, 2024

સાબરકાંઠા: બાઈક ચોરતી ગેંગને LCB એ ઝડપી પાડી, 23 મોટર સાયકલ કબજે કરી


બાઈક ચોર ગેંગ પર સાબરકાંઠા LCB ત્રાટકી,૨૩ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 5,20,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો
ઇડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરી બાઇક ચોરીને આપતા હતા અંજામ.

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી બાઇક ચોરો તરખાટ મચાવી રહ્યા હતા ત્યારે બેફામ બનેલા બાઇક ચોરને સાબરકાંઠા LCB એ ઇડરના માથાસુરીયા ગામની સીમમાંથી ઝડપી પાડી 23 મોટરસાયકલ કિંમત 5,20,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

જિલ્લા LCB શાખાના Pi એ.જી રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ટીમ ઇડર વિસ્તારમાં લૂંટ ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમોની વોચમા હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે રાજસ્થાનમા મોટરસાયકલ ચોરી કરતા બે ઈસમો અલગ અલગ મોટરસાયકલ લઈ રાજસ્થાન થઈ ખેડબ્રહ્મા થી ઇડર તરફ આવી રહ્યા છે જે બાતમીને આધારે પોલીસે માથાસુર ગામની સીમમાં વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબનું બંને અલગ અલગ મોટરસાયકલના ચાલકો મોટરસાયકલ ચાલક દેખાઈ આવતા તેને ઉભો રાખી ગાડીના જરૂરી પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબન આપ્યો હતો ત્યારે પોલીસે પોકેટકોપમાં તપાસ કરતા hero honda કંપનીનું મોટરસાયકલ નં GJ09 CB 8882 નુ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું જણાઈ આવ્યું હતું ત્યારે બીજી મોટર સાયકલના નંબર GJ 09 CT 3973 બાઈક ને પણ પોકેટકોપની મદદથી તપાસ કરતા જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી વધુ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતાં અન્ય અલગ અલગ વિસ્તારમાંથી 23 મોટરસાયકલ ચોરી કરી હોવાનું તેઓએ કબૂલ્યું હતું.

Advertisement

આ ઉપરાંત અન્ય સાત આરોપીઓ તેમની સાથે અન્ય સાત ઈસમો આ ગુનામાં સંડોવાયેલા હોવાનું તેઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. જેમાંનો એક આરોપી ઉદયપુર જેલમાં અગાઉના ગુનામાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અન્ય આરોપીઓને પકડી પાડવાની ત્યજવી હાથ ધરી છે.

Advertisement

પકડાયેલા આરોપી
1. ભરત શિવાભાઈ પારગી ઉર્ફે ટીનિયાભાઈ રહે. સાવનક્યારા તા. કોટડા જી. ઉદયપુર
2. વિક્રમ ખેર ઉર્ફે વીરુ રહે.તા કોટડા. જી ઉદયપુર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!