વડાલીમા બે અને ઈડરના એક એમ કુલ મળી ત્રણ ATM ને તસ્કરોએ ટાર્ગેટ બનાવી ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા.
સાબરકાંઠા જિલ્લામાં પોલીસને હાથ તાળી આપતા તસ્કરો બેફામ થયા છે જીલ્લા માં ઘરફોડ ચોરી હોય, બાઈક ચોરી હોય કે પછી એટીએમ હોય પરંતુ તસ્કરોએ પોલીસ ના નાકે દમ લાવી દિધો છે.એક સાંધે ને તેર તુટે તેવી પરિસ્થિતિ હાલ તો પોલીસની થઈ છે.એક બાજુ ઘરફોડ ચોરી, બાઈક ચોરી તો હવે તસ્કરોએ એટીએમ ને ટાર્ગેટ બનાવી રહ્યા છે એક જ રાતમાં ઈડર, વડાલી અને ડોભાડા ચોકડી એમ ત્રણ એટીએમ ને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે…. વડાલી ખાતે એક જ રાત માં બે એટીએમ ને નિશાન બનાવી અંદાજે ૧૧ લાખથી વધુની ચોરી ને તસ્કરોએ અંજામ આપ્યો છે જે સમગ્ર મામલે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોધાવાઈ રહી છે તો ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ આઈ.ડી.એફ.સી બેન્ક નુ એટીએમ તોડીને લાખ્ખોની ચોરી થયા હોવાનુ પ્રાથમિક તારણ છે આ સમગ્ર મામલે ઈડર ડી.વાય. એસપી સહિત એલ. સી. બી એસ.ઓ.જી, ઈડર અને વડાલી પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે. સીસીટીવીની વાત કરીએ તો અંદર ૪ થી ૫ લોકો ચોરી ને અંજામ આપતા હોય તેમ જણાતા પોલીસે સી સી ટીવી કબજે લઈને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.આમ તો એક જ રાત માં ત્રણ જેટલા એટીએમ તોડી તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેજ આપી છે ત્યારે હવે તો જોવુ જ રહ્યુ કે આ એટીએમ ચોરોને પોલીસે કેટલા દિવસમાં જેલ ભેગા કરે છે એ પણ એક તપાસ નો વિષય છે