આ સ્માર્ટફોનના યુગમાં ઘરમાં લગભગ દરેક વ્યક્તિદીઠ સ્માર્ટફોન નો ઉપયોગ જોવા મળે છે મોબાઈલ સ્ટેટ્સ સિમ્બોલ બનાવની સાથે અનેક લોકો માટે બરબાદીનું કારણ બની ચુક્યો છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવકે શાળામાં અભ્યાસ અર્થે સગીરાનો પીછો કરી સગીરાને મોબાઈલ અને ચોકલેટની લાલચ આપી પીંખી નાખતા ભારે ચકચાર મચી છે વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 13 વર્ષ 6 મહિનાની સગીરા અભ્યાસ કરવા શાળાએ જતા ગામના જ એક નરાધમ યુવકે અવાર-નવાર પીછો કરી સગીરાને મોબાઈલ અને ચોકલેટની લાલચ આપી સગીરા કુદરતી હાજતે જાય ત્યારે સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરતો હોવાથી સગીરા કંટાળી ગઈ હતી નરાધમ યુવકના સતત રંજાડથી સગીરાએ હારી થાકી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ યુવક સામે પોક્સો સહીત ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા