28 C
Ahmedabad
Friday, April 19, 2024

પોષી પૂનમે શામળાજી મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઊઠ્યું, મંત્રી ભીખુસિંહ દર્શનાર્થે પહોંચ્યા


ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પોષ સુદ પૂનમ મનાવવામાં આવી હતી. અસહ્ય ઠંડી વચ્ચે વહેલી સવારે ભકતોની ભીડમાં આંશીક ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ દિવસ ઉગતાની સાથે સવારની ૮-૩૦ વાગ્યાની શણગાર આરતીમાં ભકતોની ભીડ જામી ગઇ હતી. જે અવિરતપણે ચાલુ રહી હતી. ભગવાન કાળીયા ઠાકરજીના દર્શન કરી હજારો ભકતોએ ધન્યતા અનુભવવાની સાથે માનતાઓ પુરી કરી હતી.

Advertisement

મોડાસાના ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમાર, ભીલોડાના ધારાસભ્ય પી.સી. બરંડા, માજી મંત્રી અને દીવના વહીવટદાર પ્રફુલ પટેલ, ધારાસભ્ય વી.ડી.ઝાલા સહિતના રાજકારણીઓએ પણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

પૂનમ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી કેટલાક ભકતો પદયાત્રાએ આવી ઠાકરજીની પૂનમ ભરી હતી. જ્યારે તાજેતરમાં સંપન્ન થયેલ ચૂંટણીઓમાં વિજેતા બનેલા કેટલાક ધારાસભ્યોએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ભગવાનનો આભાર માન્યો. હજારો ભકતોએ વાજતે-ગાજતે મંદિરે ધજા ચઢાવી પોતાની માનતાઓ પુરી કરી હતી. બીજી બાજુ દિવસ દરમિયાન દરપૂનમે ભરાતો પૂનમનો મેળો પણ ભરાયો હતો. જેમાં પણ હજારો આદિવાસી યુવક-યુવતીઓએ યાત્રાધામ ખાતે આવી ભગવાનના દર્શનની સાથે મેળાની મજા માણી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!