33 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી: ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ માલપુર તાલુકામાં ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ


દેશને ટીબી મુક્ત બનાવવાં માટે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત આજ રોજ માલપુર તાલુકામાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને સારવારની સાથે સારું પોષણ મળી રહે તે માટે ગોપાલ સ્નેક્સ પ્રા લિ રહિયોલના સહયોગથી માલપુર તાલુકાના તમામ ટીબી રોગના દર્દીઓને દતક લઈને ન્યુટિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ તમામ ટીબીના દર્દીઓને જ્યાં સુધી ટીબીની સારવાર હેઠળ હોય ત્યાં સુધી પોષણ કીટ આપવામાં આવશે

Advertisement

જેમાં પ્રા આ કેન્દ્ર સાતરડા ખાતે 30 દર્દીઓ, સા.આ. કેન્દ્ર માલપુર ખાતે 02 દર્દીઓ,પ્રા.આ. કેન્દ્ર જીતપુર ખાતે 26 દર્દીઓને અને પ્રા.આ.કેન્દ્ર રંભોડા ખાતે 22 દર્દીઓ એમ કુલ 80 દર્દીઓને પોષણ કીટ પુરી પાડવામાં આવી .

Advertisement

આ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ માન. કલેટરશ્રી અરવલ્લી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જીલ્લા અધિકારીશ્રીની રાહબરી હેઠળ અને જિલ્લા ક્ષય અધિકારીશ્રીના સહયોગથી કરવામાં આવ્યો જેમાં જિલ્લા ક્ષય અધિકારી સાહેબશ્રી , ગોપાલ કંપનીના મેનેજરશ્રી કલ્પેશભાઈ પારેખ , તાલુકા હેલ્થ ઓફિસરશ્રી માલપુર, મેડીકલ ઓફિસરશ્રી જીલ્લા ક્ષય કેન્દ્ર મોડાસા, તમામ પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફીસરશ્રી, આરોગ્ય કર્મચારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!