36 C
Ahmedabad
Saturday, April 20, 2024

લટકતું મોત, કોઈપણ સમયે થઈ શકે છે દુર્ઘટના, મોડાસાના જીનિયસ ગ્રાઉન્ડથી હાઈવે પરનો વીજ પૉલ પડું પડું..


અરવલ્લી જિલ્લામાં ખેડૂત હોય કે સામાન્ય ગ્રાહક વીજ તંત્રની કેટલીક બેદરકારીનો ભોગ બનતા હોય છે. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વીજળીની સમસ્યા તો કેટલીક જગ્યાએ વીજ પોલની સમસ્યાઓ છાશવારે જોવા મળતી હોય છે. મોડાસાના જીનીયસ ગ્રાઉન્ડથી સ્ટેટ હાઈવે પર બે વીજપોલ ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. બે વીજ પૉલ મેદાનમાં છે જે બંન્ને નમી પડેલા છે, તો આ બંન્ને વીજ પૉલ પરના હાઈ ટેન્શન વીજ વાયર સ્ટેટ હાઈવ ઉપરથી પસાર થાય છે.  કોઈપણ સમયે આવી જ વીજ પૉલ પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

Advertisement

મોડાસાના માલપુર હાઇવે પર આવેલા જીનિયસ ગ્રાઉન્ડમાં બે વીજપોલ નમી પડેલા છે, જે વાયર હાઈવે ની બીજુ બાજુ સપ્લાય થાય છે. નમેલી હાલતમાં જોવા મળતા આ વીજ પૉલ અને કોઇપણ સમયે તાશના પત્તાની જેમ ખરી પડે તેવા વીજ વાયરથી કોઇપણ સમયે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે એક સવાલ છે. હાલ તો વીજ પૉલિસ ક્યારે ઠીક થશે તે એક સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!