અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણીએ કાપ્યો છે…..એ લપેટ…લપેટ..ના નારા સાથે રંગબેરંગી પતંગ આકાશે ચઢાવી પીપુડા, ઢોલ-નગારા અને ડીજે ના તાલે દિવસભર રંગારંગ રંગોત્સવ જાણે આકાશે જામ્યો હોય તેવી ઉલ્લાસભર ઉજવણી કરી હતી. પતંગ રસિયાઓએ ગુબ્બારા અને ડીજેના તાલે ડાન્સ સાથે ગરબા રમી આનંદ માણ્યો હતો અવનવા રંગબેરંગી પતંગથી આકાશ રંગીન બન્યું હતું વાસી ઉત્તરાયણ પર્વે અગાસી પર સાઉન્ડ સીસ્ટમ લગાવી અવનવા પતંગ ઉડાવી આનંદભેર બે દિવસ સતત ઉજવણી કરી હતી
ઉત્તરાયણના પર્વની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ છે ત્યારે કેટલીક જગ્યાએ નેતાઓ, મંંત્રી, સેલિબ્રિટી તેમજ નાગરિકો પતંગ ચગાવવાની મોજ માણતા નજરે પડ્યા હતા. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પતંગોત્સવની ઉજવણી જોવા મળી હતી. રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ પેચ લગાવવા અગાશી પર જોવા મળ્યા હતા. કાર્યકરો તેમજ શહેરીજનો સાથે મંત્રી પતંગ ચગાવવા મોડાસાની મેઘરજ રોડ પર આવેલી હાઉસિંહ સોસાયટી ખાતે પહોંચ્યા હતા, જ્યાં સોસાયટીના રહીશોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
Advertisement
Advertisement