મકરસંક્રાંતિ પર્વની દબદબા ભેર ઉજવણી કરવા બંને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો સહીત યુવાવર્ગ પતંગરસિયા,અબાલ વૃદ્ધ સૌ કોઈએ કાયપો છે…લપેટ…લપેટ ના ગગનભેદી અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઉત્તરાયણ પર્વ મનાવવા પતંગરસિયાઓ વહેલી સવારથી જ અગાસી અને ખુલ્લા મેદાનો અને જ્યાં પતંગ ઉડાડવા જગ્યા મળી ત્યાં પતંગ ચગાવતા આકાશ અવનવા રંગબેરંગી પતંગો થી છવાઈ ગયું હતું નાનબાળાકો, યુવાધન, વૃધ્ધો સૌકોઈ ને મનગમતો તહેવાર ઉજવણીના ઉંબરે આવી પહોંચતા આખો દિવસ આકાશી યુદ્ધ ખેલવા અને એકબીજાના પેચ કાપી વહેલી સવારથીજ સાઉન્ડ સીસ્ટમના સુરીલા સંગીત વચ્ચે તલ-સાંકળી,ચીક્કી અને ઉંધીયું જલેબીની અને ફાફડાની મિજબાની સાથે અગાસીઓ પર પરિવારજનો અને મિત્રો સાથે પીપુડાં, ગોગલ્સ, અવનવા કાર્ટૂન માસ્ક ટોપી સાથે સજ્જ બની અગાસી પર ખડકાયેલા જોવા મળ્યા હતા બપોર સુધી પવન મધ્યમ ગતિએ રહેતા પતંગ રસિયાઓ આનંદિત બન્યા હતા બપોર પછી વાયુદેવે રીસામણા લેતા લોકોએ ગુબ્બારા અને ડીજેના તાલે ઉલ્લાસ ભેર ઉજવણી કરી હતી.
અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર પણ ઉત્તરાયણના પર્વમાં પરિવાર સાથે મોડાસાના જીનિયસ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યું હતું જ્યાં પતંગો ઉડાવીને મકરસંક્રાતિના પર્વની ઉજવણી કરી હતી. જિલ્લા પોલિસ વડા સંજય ખરાત, નાયબ પોલિસ વડા કે.જે.ચૌધરી તેમજ તમામ પીઆઈ અને પીએસઆઈની ટીમ પણ પતંગોત્સવમાં જોડાઈ હતી. સમગ્ર મેદાન પોલિસ જવાને અને શહેરીજનોથી ભરાઈ ગયું હતું અને લપેટ લપેટની બૂમોની ગુંજ સંભળાઈ હતી.