સપને ઉન્હી કે સચ હોતે હૈં જીનકે સપનોમે જાન હોતી હૈ પરો સે કુછ હાંસિલ નહીં હોતા હોસલો સે ઉડાન હોતી હૈ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે એહસાસ યુવા ગ્રુપ તેમજ અમદાવાદ પ્રખ્યાત ડો.સજ્જાદ વ્હોરા સાહેબ દ્વારા એવોર્ડ, ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ઝાકિરભાઈ ઝાઝનુ સન્માન કરવામાં આવ્યું.ઝાકીર ભાઈએ અત્યંત ગરીબ પરીસ્થિતિમા પણ હિમ્મત રાખી પોતાના પાંચ સંતાનો પૈકી બે દિકરીઓને નર્સિંગ,એક દીકરીને ડોક્ટર,એક દીકરીને આઈટી તેમજ એક દિકરાને બીએસસી કરાવી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું .ઝાકીર ભાઈનું સન્માન કરતી વખતે ઝાકીરભાઈનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો હતો.
સામાન્ય રીતે આર્થિક રીતે અક્ષમ પરિવારો દીકરીઓ કે દીકરાઓને ભણાવતા નથી પણ આ પરિવારે કોઈપણ ચિંતા કર્યા વિના દીકરીઓ અને દીકરાઓને ભણાવ્યા, આજે માન – સન્માન પણ મળ્યું અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ પરિવારની સિદ્ધિને બિરદાવી રહ્યું છે.