ઉત્તરાયણના પવિત્ર પાવન પર્વ નિમિત્તે હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ દાન પુણ્યનો અનેરો મહિમા છે.કચરીયા નું વિતરણ કરાયું હતું.જન સેવા એજ પ્રભુ સેવા ના સુત્ર ને સાર્થક કર્યું હતું.જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ના જાયન્ટ્સ ભિલોડા પ્રમુખ જીત હરેશભાઈ ત્રિવેદી,સદભાવના પરીવાર,શ્રી શિવ શંકર ગ્રુપ,કલ્પેશભાઈ ચૌહાણ,જશુભાઈ પંડયા,નરેન્દ્રભાઈ ભાટીયા,રાકેશભાઈ ઓડ,સંજયભાઈ પંચાલ,રમેશભાઈ ચૌહાણ સહિત કારોબારી સભ્યોએ દાનવીર સેવાભાવી દાતાઓના અમુલ્ય સહયોગ થી ૨૫૧ પેકેટ શુદ્ધ, શાત્વિક, આરોગ્ય વર્ધક કચરીયા નું વિતરણ કર્યું હતું.
ભિલોડાના સેવાભાવી રાજકીય,સામાજીક આગેવાનો અને વેપારીઓ ગિરીશભાઈ ઉપાધ્યાય,હર્ષદભાઈ સોની,
રામઅવતારજી શર્મા,દેવુભાઈ મેધાણી,અશોકભાઈ ગંગવાણી,વિમલભાઈ પ્રજાપતિ,મુકેશભાઈ બામણીયા,નાથાભાઈ બામણીયા સહિત સેવાભાવી કાર્યકરોએ ભિલોડા, નારણપુર, નારસોલી સહિત વિવિધ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ધરે – ધરે ફરીને કચરીયા નું વિતરણ કર્યું હતું.
ઉત્તરાયણના પર્વ નિમિત્તે જરૂરી સાવચેતી રાખવા તેમજ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ના કરવા અપીલ કરાઈ હતી.જીત હરેશભાઈ ત્રિવેદી,પ્રમુખ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન,ભિલોડા
ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી,પતંગ રસિયાઓ ને ચાઈનીઝ દોરી ન વાપરવા અને પક્ષીઓ નું રક્ષણ કરવા અપીલ કરાઈ હતી.ઉત્તરાયણ પર્વની ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે.રવિવારે જાહેર રજા નો દિવસ હોય પતંગ રસિયાઓ નો ઉમંગ – ઉલ્લાસ બેવડાયો હતો.જરૂરી સાવચેતી રાખી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અપીલ કરાઈ હતી