30.6 C
Gujarat
Friday, July 17, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા મંત્રી ભીખુસિંહ પરમારનો સત્કાર સમારોહ, ફળતુલા...

અરવલ્લી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા મંત્રી ભીખુસિંહ પરમારનો સત્કાર સમારોહ, ફળતુલા કરાઈ

0
233

અરવલ્લી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નો સત્કાર સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના ધારાસભ્યને પ્રથમવાર મંત્રીમંડળમાં સ્થાન મળતા આરોગ્ય વિભાગ ના કર્મચારી મંડળના આગ્વાનો દ્વારા સત્કાર સમારોહ આયોજિત કરાયો હતો. મોડાસાના વલ્લભ સદન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

ભિખુસિંહ પરમારની ફળતુલા કરાઈ
મોડાસાના વલ્લભ સદન હોલ ખાતે આરોગ્ય વિભાગના કર્મચારી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલા સત્કાર સમારોહમાં મંત્રી ભીખુસિંહ પરમારની ફળ તુલા એટલે કે, સ્વાસ્થ્ય તુલા કરાઇ હતી, મંત્રીના વજન મુજબ ના ફળને આંગણવાડી ના નાના ભૂલકાઓને વિતરણ કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગ ના કર્મચારી મહામંડળે જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના કોરોનાકાળ દરમિયાન મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ
કૉરોના કાળમાં રાજ્યના તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી ઇને વેક્સિનેશન સહિતની અલગ-અલગ કામગીરી કરી હતી, જોકે આવા કપરાકાળ દરમિયાન કમનસીબે મોતને ભેટેલા અરવલ્લી જિલ્લાના 62 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળે કન્યા કેળવણી નીધિ ફંડ માટે રૂપિયા 11000 નો ચેક મંત્રી ભીખુસિંહ પરમારે અર્પણ કર્યો હતો

મોડાસાના વલ્લભ સદન હૉલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગ તથા રાજ્ય સંગઠનના કર્મવીર પ્રમુખ રણજીતસિંહ મોરી, અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા QAMO ડૉ. કૌશલ પટેલ તેમજ આરોગ્ય વિભાગ ના કર્મચારી મહામંડળના આગેવાનો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!