અંકિત ચૌહાણ/જય અમીન
સમાજસેવા માટે અનેક લોકો પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય છે, પછી કોઈપણ સેવા હોય. આજની દોડધામ ભરેલી જિંદગીમાં સમય કાઢીને લોકસેવાનું કામ કરનાર ઘણાં ઓછા લોકો હોય છે અને તેમાં પણ કોઈ વ્યવસાય અથવા તો વેપારી તરીકે કામ કરતા લોકો માટે તો સમાજ અથવા તો લોકસેવા માટે અઘરૂં હશે, પણ આવા સમય વચ્ચે પણ સેવા માટે સમય કાઢવો એ ખૂબ સારી બાબત છે. આવું જ એક કાર્ય અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામના વતની ઈશ્વરભાઈ ભાવસાર છે.
મોડાસા તાલુકાના સરડોઈ ગામના વતની એવા ઈશ્વરભાઈ ભાવસાર છેલ્લા 25 વર્ષથી લોક સેવા માટે વીતાવી દીધા છે, કોઈપણ સમયે, કોઈપણ વ્યક્તિને તાત્કાલિક સેવા અથવા તો મદદ કરવા માટે પહોંચી જાય છે. આ સાથે જ ઈશ્વરભાઈએ શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં શિલ્ડ અથવા તો પારિતોષિક અભિયાન શરૂ કરેલ છે. જેમાં સરડોઈ આંગઁવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળા, મેઢાસણ માધ્યમિક શાળા, ટીંટીસર – સજાપુર પ્રાથમિક શાળા, લાલપુર પ્રાથમિક શાળા, રામેશ્વર કંપા પ્રાથમિક શાળા, સાગાના મુવાડા પ્રાથમિક શાળા, પાંટા – 2 ભેંમાપુર પ્રાથમિક શાળા, મેઘરજ, ભાટકોટા પ્રાથમિક શાળા, વાંટડા અને પાદર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.
સામાજિક ક્ષેત્ર: જરૂરિયાત મંદોને આર્થિક સહાય, નિઃસહાય, નિણધાર, વિધવાઓને પ્રસંગોપાત આર્થિક અનુદાન. વિવિધ સમાજમાં પ્રીતિભોજન, તીથી ભોજન, શ્રાધ્ધ ભોજન, ધાબળા-પાઘણા-ગરમકપડાં-જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ- નેત્ર નિદાન-સર્વરોગ નિદાન-સર્વરોગ નિદાન કેમ્પમાં સેવાકીય હાજરી, પાણીની પરબ સેવા.
શૈક્ષણિક ક્ષેત્ર : પ્રસંગોપાત તીથી ભોજન – પ્રીતી ભોજન અરવલ્લી જિલ્લાની અનેક આંગણવાડી, બાલવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાના વિર્ધાર્થીઓને શૈક્ષણિક કીટ, નોટબુક- ચોપડા, દફતર(બેગ), સ્લેટ-પેન-પેન્સિલ-કંપાસ પેટી-યુનિફૉર્મ જેવી શાળાકીય ચીજ વસ્તુઓનું દાન. વિધાર્થી ભાઈ-બહેનોની શૈક્ષણિક અભિરૂચિ ને પ્રોત્સાહિત કરવા શિલ્ડ પારિતોષિક વિતરણ- વાલીઓ પોતાના બાળકોના અભ્યાસ પ્રત્યે જાગૃતિ કેળવે તે માટે વાલી જાગૃતિ અભિયાન.
સરડોઈ ગામના આગેવાનોએ સમાજસેવક ઈશ્વરભાઈ ભાવસારને પ્રમાણ પત્ર અને મૉમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ પ્રદેશ ભાવસાર સમાજના આગેવાનો તેમજ મોડાસા નગર પાલિકાના પ્રમુખના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતો.
આજના યુગમાં સમય કોઈની પાસે નથી પણ કોઈના માટે સમય કાઢીને સેવા કરવી તે સાચી સેવા ગણાય છે અને બસ આજે આવું જ કામ સરડોઈ ગામના શ્રેષ્ઠી એવા ઇશ્વરભાઈ ભાવસાર કરી રહ્યા છે. તેમની આ કામગીરીની સુગંધ આજે એક ગામ પૂરતી નહીં પરંતુ સમગ્ર પંથકમાં પ્રસરી છે.