29.4 C
Gujarat
Friday, July 17, 2026
Home ગુજરાત રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચરતી પરબડા ગ્રામ પંચાયત, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીલીભગત સામે...

રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચરતી પરબડા ગ્રામ પંચાયત, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીલીભગત સામે આવી

0
165

થોડા સમય અગાઉ બનાવેલા ભોલેશ્વર થી પરબડા વચ્ચેના રોડમાં મસ-મોટી તિરાડો પડી

હિંમતનગર તાલુકાના પરબડા થી ભોલેશ્વરને જોડતો આર.સી.સી રોડમા ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી છે રોડના કામમાં હલકી ગુણવત્તા નું મટીરીયલ વપરાયુ હોવાથી મહિનાઓમાં જ તિરાડો સાથે મસમોટા ખાડા પડી જતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરી કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

થોડા સમય પહેલા જ બનાવેલા રોડમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરી હલકી ગુણવત્તા માલ મટીરીયલ વાપરી રોડ,ગટર નાલા,પુલ બનાવી પોતાની તિજોરીઓ ભરી લે છે. હિંમતનગરના પરબડા તાલુકા પંચાયતના સીસી રોડના કામમાં મન મૂકીને ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તથા કાયદેસરની કાર્યવાહી કરાય તેવી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!