26 C
Ahmedabad
Monday, March 27, 2023

અરવલ્લી : પોલીસતંત્રએ મોડાસા શહેરમાંથી 50 રાંધણ ગેસ બોટલ ગેરકાયદેસર સંગ્રહ કરનાર ચાર શખ્સોને દબોચ્યા


અરવલ્લી જીલ્લાની પ્રાથમીક શાળાઓના મધ્યાહન ભોજન રૂમમાંથી ગેસ બોટલ ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર ચોરી,લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલવા સતત દોડાદોડી કરી રહી છે છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શાળાઓમાંથી રાંધણ ગેસ બોટલની ચોરીની ઘટનાઓ બનતા પોલીસ ચોંકી ઉઠી હતી મોડાસા ટાઉન અને રૂરલ પોલીસ દ્વારા મોડાસા શહેરમાં ગેરકાયદેસર રાંધણ ગેસ બોટલ ની સંગ્રહ ખોરી કરી કાળો કારોબાર ચલાવતા ચાર શખ્સોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

મોડાસા ટાઉન અને રૂરલ પોલીસે શનિવારે રાત્રીના સુમારે શહેરમાં ગેરકાયદેસર રાંધણ ગેસની બોટલ સંગ્રહ કરી કાળો કારોબાર ચલાવતા શખ્સોને ઝડપી પાડવા સંયુક્ત ઓપરેશન હાથધરી શહેરના શહીદ ચોક વિસ્તારમાં ત્રાટકી 26 બોટલ સાથે નિમેષ ઉર્ફે બીટ્ટુ કિરીટ ભાવસાર,મોટી વ્હોરવાડમાં રહેતા ઇમરાન અબ્દુલ રહેમાન ઇસરીવાલાને 13 બોટલ સાથે, કડિયાવાડા વિસ્તારમાં રહેતા જગદીશ પ્રતાપજી જૈનને 4 બોટલ અને રહેનુમા સોસાયટીમાં રહેતા ઝાકીર યુસુફ સુથારને 7 બોટલ સાથે દબોચી લઇ ચાર શખ્સો પાસેથી રૂ.1.35 લાખના 50 ગેસની બોટલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!