31 C
Gujarat
Thursday, July 16, 2026
Home ક્રાઇમ અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે રાજસ્થાનના ડુંગરપુર જેલ આગળ ત્રાટકી બુટલેગર સુમિત...

અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે રાજસ્થાનના ડુંગરપુર જેલ આગળ ત્રાટકી બુટલેગર સુમિત મીણાને દબોચી લેતા મોતિયા મરી ગયા  

0
167

અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે રાજસ્થાનના ડુંગરપુર જેલ આગળ ત્રાટકી બુટલેગર સુમિત મીણાને દબોચી લેતા મોતિયા મરી ગયા

અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાના બુટલેગર સુમિત મીણાને ડુંગરપુર જેલ આગળ બજારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી લીધો હતો

 

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલે પેરોલ ફર્લો ટીમને શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુન્હો સંડોવાયેલ બુટલેગર સુમિત હરીશ ઉર્ફે હરિચંદ્ર મીણા ડુંગરપુર વિસ્તારમાં ફરતો હોવાની બાતમી મળતા તાબડતોડ ડુંગરપુર મોકલી વોચ ગોઠવી હતી સુમિત મીણા જેલ આગળ બજારમાં ટહેલતો ટહેલતો પસાર થતો જોવા મળતા પેરોલ ફર્લો ટીમે કોર્ડન કરી દબોચી લેતા બુટલેગરે પોલીસ પકડમાંથી છુટકારો મેળવવા ધમપછાડા નિષ્ફ્ળ રહ્યા હતા પેરોલ ફર્લો ટીમે બુટલેગર સુમિત મીણાની અટકાયત કરી શામળાજી પોલીસને સુપ્રત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!