33.5 C
Gujarat
Wednesday, August 26, 2026
Home શિક્ષણ ભિલોડાના ઘાંટી ગામની ધાંટી પ્રાથમીક શાળાનો પ્લેટિનમ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો

ભિલોડાના ઘાંટી ગામની ધાંટી પ્રાથમીક શાળાનો પ્લેટિનમ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો

0

ભિલોડા તાલુકાના ધાંટી ગામની ધાંટી પ્રાથમીક શાળાના 70 માં મંગલ વર્ષમાં પ્રવેશી તે નિમિત્તે શાળા પરિવાર, એસએમસી તથા ગામ લોકોએ ભેગા મળીને ઉજવણી કરી હતી.ધાંટી પ્રાથમીક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,નિવૃત્ત અધિકારીઓ, વર્તમાન અધિકારીઓ, પદાધિકારીઓ,સામાજીક આગેવાનો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.
ધાંટી ગામના દાતાઓએ શાળાને ભેટ આપેલ પ્રવેશ દ્વાર,વિદ્યા મંદિર અને સંકલીત સાઉન્ડ સિસ્ટમ જેવા પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું તેમજ આગામી કામ માટે દાન ની સરવાણી વહી હતી.ભોજન સમારંભ,સત્કાર સમારંભ,સાંસ્કૃતિક કાર્યક્રમ,શાળાના બાળકોને ઈનામ વિતરણ જેવા બહુ આયામી કાર્યક્રમ યોજાયા હતા.સહુએ ભેગા મળીને 70 માં વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!