30.6 C
Gujarat
Friday, July 17, 2026
Home HeadLines રાજ્યમાં ઠંડીથી લોકો ઠુંઠવાયા, પારો ગગળતા 4.5 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર, લોકો...

રાજ્યમાં ઠંડીથી લોકો ઠુંઠવાયા, પારો ગગળતા 4.5 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર, લોકો તાપણાના સહારે

0
305

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમપાતને પગલે ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ઠંડીનો જોર વધ્યું છે તો ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધ્યું છે, જેને લઇને ફૂટપાથ પર રહેતા લોકોની મુશ્કેલીઓ વધી છે. કચ્છના નલિયામાં પારો ગગળતા 4.5 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે.

તો ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ ઠંડીનું જોર વધતા લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. પાટણ – 8.2 ડિગ્રી, અમદાવાદ – 13.5, બરોડા – 13.4, ભાવનગર 13.6, ભૂજ – 9.7, ડીસા 12.0, ગાંધીનગર 11.7, રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રી ઠંડીથી બચવા માટે સ્થાનિક લોકો તાપણાનો સહારે લેતા નજરે પડ્યા હતા. હાલ લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે મહિલાઓ તાપણું કરતા-કરતા લગ્ન ગીતો પણ ગાતા વીડિયો સામે આવ્યા હતા. માલપુર પંથકમાં મોડી રાત્રે મહિલાઓ તાપણું કરતા-કરતા લગ્ન ગીતો ગાતા આસપાસના લોકો પણ ગીતો સાંભળવા માટે આવી પહોંચ્યા હતા, અને ઠંડીનો લુપ્ત ઉઠાવી તાપણું કરતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!