37 C
Ahmedabad
Saturday, May 4, 2024

‘કિસાન સૂર્યોદય યોજના’ નો ફિયાસ્કો : ટીંટોઈના ખેડૂત ખેતરમાં રાત્રે પાણી વાળવા ગયાને જીવ ગયો, ઠંડીમાં ઠૂંઠવાતા મોત,ખેડૂતોમાં આક્રોશ


ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે વર્ષ અગાઉ બાયડ ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો હતો અને હવે ખેડૂતોએ દિવસે વીજળી મળતા રાત્રે હેરાન થવું નહીં પડેની મંચ પરથી જોરશોરથી જાહેરાત કર્યા પછી ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના લોલીપોપ સાબિત થઇ રહી છે અરવલ્લી જીલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનું બાળમરણ થયું હોય તેમ ખેતી વિષયક વીજળી રાત્રે અને અનિયમત વીજળી આપવામાં આવી હોવાની બૂમો ઉઠી છે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે રાત્રે ખેતરમા પાણી વાળવા જતા ઠંડીમાં ઠુંઠવાઇ જતા ખેડૂતનું મોત નિપજતા પરિવારજનો અને ખેડૂતોમાં ભારે આક્રોશ છવાયો છે

Advertisement

મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના લવજીભાઈ વિરસંગભાઈ પટેલ નામના ખેડૂત ગુરુવારે રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતા ત્યારે ઠંડીના કારણે ઠુંઠવાઇ જતા ખેતરમાં જ થીજી જતા પ્રાણ પંખેરું ઉડી ગયું હતું ઘઉંના પાકને પિયત કરવા ગયેલ ખેડૂત સવારે ઘરે પરત ન ફરતા પરિવારજનો ખેતરમાં તપાસ કરતા લવજીભાઈ પટેલ મૃત હાલતમાં મળી આવતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા ખેડૂત પરિવારે આક્રંદ કરી મુકતા આજુબાજુથી ખેડૂતો અને ગામલોકો દોડી આવ્યા હતા પરિવારે ઘરનો મોભી ગુમાવતા પરિવારજનોમાં શોકનું મોજું ફળી વળ્યું હતું.

Advertisement

ટીંટોઈ સહીત અરવલ્લી જીલ્લામાં ગાત્રો થીજાવતી ઠંડીમાં ખેડૂતો મહામુલા પાકને બચાવવા પાકને પિયત કરવા અને વન્યજીવથી ભેલાણ અટકાવવા રાત્રીવાસો કરવો પડતો હોય છે સરકાર દ્વારા ચૂંટણી ટાણે કિસાન સૂર્યોદય યોજનાની મસમોટી વાતો કરી ખેડૂતોના હામી હોવાની વાતો કરતી સરકાર દિવસના બદલે રાત્રીએ વીજળી આપતા ખેડૂતો જીવના જોખમે ખેતરમાં પાકને પાણી આપવા મજબુર બન્યા છે ખેડૂતોએ અન્ય કોઈ ખેડૂત જીવ ગુમાવવાનો વારો આવે તે પહેલા દિવસે વીજળી આપવાની માંગ ઉગ્ર બની છે ખેડૂતના મોતના પગલે સરકાર સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!