33 C
Ahmedabad
Monday, April 29, 2024

જુનિયર ક્લાર્ક ની પરીક્ષાના પેપર લીક કરી લાખો પરીક્ષાર્થીઓની મહેનત પર કોણે પાણી ફેરવ્યું, વાંચો


ગુજરાતમાં વારંવાર પેપર લીક થવાની ઘટનાઓને કારણે પરીક્ષાર્થીઓએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે, વર્ષોથી રાત-દિવસ મહેનત કરતા પરીક્ષાર્થીઓના પરિશ્રમ પર ગણતરીના કલાકોમાં જ પેપર ફોડીને આવા ઈસમનો પાણી ફેરવી દેતા હોય છે, જેથી યુવાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ગુજરાતી આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને રાજ ઉર્ફે શિવમ બારોટની સંડોવણી હોવાની વાત સામે આવી છે. આ પેપરકાંડમાં કુલ ચાર ગ્રૂપ સક્રિય હોવાનું સામે આવ્યું છે. આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટનસી સાથે જોડાયેલા છે. ગુજરાતી આરોપીઓ તેમના ગ્રુપના છે. પ્રદીપ નાયકનું એક ઓડીસાવાળું ગ્રૂપ છે. બિહાર લાઇનમાં મોરારી પાસવાનનું એક ગ્રૂપ છે જેમાંના સાતથી આઠ લોકો પકડાયા છે. જીત નાયકનું અન્ય ગ્રૂપ જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલુ છે. જીત નાયકની ધરપકડ સાથે અન્ય 15ની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

પેપર લીક થવાના છેડા અરવલ્લી જિલ્લાને અડી ગયા છે અને બાયડના આરોપી કેતન બારોટની કુંડળી સામે આવી છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસની પકડમાં આવ્યો હોવાની વાત સામે આવી છે. 9 વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ ધરાવે છે. બોગસ એડમિશન મામલે કેતન બારોટ જેલમાં રહી ચુક્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. દિશા ઇંજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધો ચલાવતો હોવાની વાત સામે આવી છે. બાયડ અને અમદાવાદ ખાતે તેમની સંપત્તિ હોવાની વાત સામે આવી છે. હાલમાં ગુજરાત એટીએસ પૂછપરછ કરી રહી છે. તો બાયડના વધુ એક રાજ ઉર્ફે શિવમ બારોટનું નામ પણ સામે આવતા હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!