પૉલિસ ની કામગીરી હંમેશા ચર્ચામાં આવતી હોય છે, ખાસ કરીને પ્રજા સાથેના વ્યવહારમાં કરવામાં આવી ગેરવર્તણૂક ના કિસ્સાઓ વધારે આવતા હોય છે, આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. જિલ્લાના મેઘરજમાં એક વ્યક્તિને પોલિસે પકડ્યો અને ચોરીની કર્યાની શંકા અને કબૂલાત માટે ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મેઘરજ તાલુકાના મોટી મોરી ગામનો મેહુલકુમાર ડેડૂ પીક અપ ડાલુ ચલાવે છે. ભોગ બનનારના જણાવ્યા મુજબ તેમના મોબાઈલ પર અજાણ્યો કૉલ આવ્યો અને માલસામાન લાવવા માટે જામગઢ જવાનું છે અને આ માટે ફૉન પર 1700 રૂપિયા ભાડૂ નક્કી કરતા તેઓ નિકળી ગયા રસ્તામાં પોલિસે રોક્યા અને ગાડી તેમજ લાયસન્સ સહિતના દસ્તાવેજો તપાસ્યા હતા. પોલિસ ભોગ બનનારને પકડ્યો અને કહ્યું કે, તારૂ જ કામ છે તેમ કહીને પૉલિસ મથકે લઇ જઈને મારપીટ કરી હતી. મારપીટ કરીને પોલિસે કહ્યું કે, તને ખબર છે અને તું જાણે છે તેમ કહીને માર માર્યો હોવાનો ભોગ બનનાર વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો.
ભોગ બનનાર મેહુલકુમાર ડેડૂંનના પિતાએ જણાવ્યું કે, તેમનો દીકરો ઘરે આવ્યો નહોતો ત્યારે તેઓને સમાચાર મળ્યા કે, તેમના દીકરાની ગાડી રસ્તામાં ઊભી છે અને કાચ ખુલ્લા છે. ત્યા જઈને તપાસ કરતા ચાલકને પોલિસ સ્ટેશનમાં લઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલિસ સ્ટેશનમાં પહોંચ્યા હતા ત્યાં પિતાની નજર સામે પણ માર માર્યો હોવાનો પરિવારજનોએ પોલિસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
પોલિસની કામગીરીને લઇને હવે મેઘરજ પોલિસ પર સવાલો ઉઠી રહ્યા છે કે, જો આવું થયું હોય તો પોલિસ આવું ટોર્ચર કેમ કરી શકે? પોલિસ સર્વસ્વ છે કે શું? જેના પર શંકા હોય તેનો ગમે ત્યારે, ગમે તે સમયે પકડી કંઈપણ કરી શકે? ખાખી પ્રજાના રક્ષણ માટે છે નહીં કે પ્રજાને માર મારવા.