30 C
Ahmedabad
Saturday, June 10, 2023

અરવલ્લી : વણિયાદ દૂધ મંડળીના સદસ્યોનો જીલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં હોબાળો, જીલ્લા રજીસ્ટ્રાર કચેરી સામે ગંભીર આક્ષેપ


 

Advertisement

મોડાસા તાલુકાની વણિયાદ દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી મંડળીની કમિટીને લઈને વિવાદ ચાલી રહ્યો છે દૂધ મંડળીમાં ચૂંટાયેલ કમિટી અને પૂર્વ કમિટીના સેક્રેટરી અને સદસ્યો જીલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં રજુઆત કરવા પહોંચતા અંદરો-અંદર ઘર્ષણ જેવી સ્થિતિ પેદા થતા જીલ્લા રજીસ્ટ્રાર લાચાર સ્થિતિમાં આવી ગયા હતા ચૂંટાયેલ કમિટી દ્વારા જીલ્લા રજીસ્ટ્રાર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા જીલ્લા સેવાસદન કચેરીમાં દૂધ મંડળીના સદસ્યોના હોબાળાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

Advertisement

મોડાસા તાલુકાના વણીયાદ ગામે પશુપાલકોના સહકારથી સહકારી ધોરણે દૂધ મંડળી ચલાવવામાં આવે છે ગામના જ પશુપાલકોનું દૂધ આ મંડળી દ્વારા સાબરડેરીમાં ભરાવાય છે.બીએમસી ધરાવતી આ દૂધ મંડળીના સભાસદોએ ચૂંટાયેલ કમિટીને વહીવટને લઈને અગાઉ પણ વિવાદ વકર્યો હતો અને ચેરમેન-સેક્રેટરીની મીલીભગતથી ગેરરીતી આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો જીલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં બંને કમીટીના સદસ્યો રજુઆત કરવા પહોંચતા રજિસ્ટ્રાર ઓફિસમાં ઘર્ષણ જેવી સ્થિતિ પેદા થઈ હતી અને હોબાળો મચાવ્યો હતો જેમાં જીલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ચૂંટાયેલ કમિટીના સદસ્યએ વહીવટ કરતા સેક્રેટરીને જીલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા 40 વાર આરપીએડીથી નોટિસ આપ્યા છતાં હાજર રહેતા ન હોવાની સાથે સેક્રેટરી ખોટું પ્રોસેડિંગ ઉભું કરી બેંક અને રજિસ્ટ્રારમાં રજુ કર્યું છે તે માન્ય કરવા જીલ્લા રજીસ્ટ્રાર તૈયાર થયા હોવાનું જણાવી કચેરીની કામગીરી સામે અનેક ગંભીર આક્ષેપ કરી કલેકટરને રજુઆત કરવાનું જણાવ્યું હતું અને વહીવટ કરતી કચેરી દ્વારા ખોટી કમિટી બનાવવામાં આવી હોવાનું આક્રોશ પૂર્વક રજુઆત કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!