31.3 C
Gujarat
Thursday, August 6, 2026
Home ગુજરાત શામળાજી મહોત્સવને લઇને મોડાસા પ્રાંત કચેરી ખાતે તૈયારીને લઇને બેઠક

શામળાજી મહોત્સવને લઇને મોડાસા પ્રાંત કચેરી ખાતે તૈયારીને લઇને બેઠક

0
128

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકાર અને અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શામળાજી મહોત્સવની તૈયારી શરૂ કરવામાં આવી. શામળાજી મહોત્સવ – 2023 આગામી તા. 25/02/2023 થી તા. 26/02/2023 ના રોજ શ્રી શામળાજી મંદિર ખાતે યોજવા નક્કી કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં આવનાર મહેમાનો તેમજ નાગરિકો માટે જરુરી આયોજન અને પાર્કિંગ વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જડવાય તે અંગે ચર્ચાઓ કરી પ્રાંત અધિકારી દ્વારા તમામ સબંધિત અધિકારિઓને જરુરી સુચનો આપવામાં આવ્યા. પરિસરમાં જુદા જુદા કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. 2016થી યોજાતા આ કાર્યક્રમમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટશે અને કાર્યક્રમનો આનંદ માણશે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

નોંધ – રાજ્યના કોઈપણ જિલ્લામાં મેરા ગુજરાતનો કોઈ જ પ્રતિનિધીની નિમણૂક કરેલી નથી, આવુ કોઈ ઘ્યાનમાં આવે તો અમારો સંપર્ક કરવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!