asd
30 C
Ahmedabad
Wednesday, September 18, 2024

‘બિપરજોય’ વાવાઝોડું : 5 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે, 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી,450 કિમી પોરબંદરથી દૂ


કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરાયા,125 કિમિ થી 135 કિમિની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12 થી 13 જૂન બે દિવસ શાળાઓ બંધ પરંતુ શિક્ષકોએ ફરજીયાત શાળામાં હાજર રહેવું પડશે

Advertisement

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનો ખતરો છે. વાવાઝોડું પોરબંદરથી 450 કિ.મી. દૂર, જ્યારે દ્વારકાથી 470 કિ.મી. અને નલિયાથી 570 કી.મી. દૂર છે બિપરજોય વાવાઝોડું કલાકના 5 કિલોમીટરની તીવ્ર ઝડપ સાથે આગળ વધી રહ્યું છે 15 જૂન સુધી રાજ્યના દરિયાકાંઠે ટકરાવની શક્યતાઓ હવામાન વિભાગ જોઈ રહ્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે.

Advertisement

બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 11, 12, 13 અને 14 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.દરિયાઈ વિસ્તારોમાં કેટલાક સ્થળે પવન સાથે વરસાદનું આગમન થઇ ચૂક્યું છે

Advertisement

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીના કડાકા-ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ઝડપે ફૂંકાશે તેવી સંભાવતના વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિ.મી. થવાની સંભાવના છે. વરસાદની આગાહી વચ્ચે આજે મોડાસા શહેર સહીત જીલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!