દોઢ થી બે વર્ષ અગાઉ જુનિયર એન્જીનીયર માટે પ્રત્યેક ઉમેદવાર પાસેથી 23 લાખ અને વિદ્યુત સહાયક માટે 11 લાખ રૂપિયાની ડીલ નક્કી થઇ હતી
Advertisementમોડાસાની બાયપાસ હોટલ પર વરૂણ નામના દલાલે ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરવાની બાંહેધરી આપી નક્કી રકમની અડધી રકમ લીધી હોવાની ચર્ચા
Advertisementપરીક્ષામાં વિધુત સહાયકનું કૌભાંડ બહાર આવતા જુનિયર ઇજનેરને પાસ કરાવવાની મેલી મુરાદ અટકી ગઈ હતી
Advertisementમોડાસાના યુવા નેતાઓના કેટલાક પરિવારજનો પૈસા આપી નોકરીએ લગાવી દીધા હોવાની ચર્ચા
Advertisementઉર્જા કૌભાંડમાં ભરતી કરાયેલ ઈશ્વરની અમી દ્રષ્ટિથી 20 થી વધુ ઉમેદવારોએ લાખ્ખો રૂપિયા આપી ખોટી રીતે નોકરી મેળવી લીધાની બૂમ
Advertisement
ગુજરાત રાજયની વીજ કંપની જેવી કે ડીજીવીસીએસ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને જીએસઇસીએલમાં વર્ષ 2020 અને 2021 માં વિદ્યુત સહાયકની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરિતી આચરી ઉમેદવારાનો પાસ કરાવવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અનેક કૌભાંડીઓની ધરપકડ કરી ચુકી છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લાખ્ખો રૂપિયા ખર્ચી અનેક ઉમેદવારો વિદ્યુત સહાયક તરીકે ખોટી રીતે નોકરીએ લાગી ગયા હોવાની સતત ચર્ચા ચાલી રહી છે
પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારના વરુણ જેવા નામધારી દલાલે દોઢ બે વર્ષ અગાઉ મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલી એક હોટલમાં તેના મળતિયા મારફતે વીજ કંપનીમાં જુનિયર એન્જીનીયરની નોકરીમાં પાસ કરવવાની બાંહેધરી આપી 23 લાખ રૂપિયા જેટલી કિંમત નક્કી કરી ઉમેદવારો દીઠ અડધી રકમ ઉઘરાવી હોવાની ચર્ચા ઉઠી રહી છે જોકે વરુણ નામના દલાલે રૂપિયા પરત કરી દીધા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
અરવલ્લી-સાબરકાંઠા પોલીસ સમગ્ર બાબતે ચોક્સસાઈ પૂર્વક તપાસ કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે મોડાસાના નિવૃત ઈજનેર ઈશ્વર પ્રજાપતિની ધરપકડ થયા પછી કૌભાંડની તપાસનો દોર અટકી ગયો હોય તેવું નોકરી વાંચ્છુક ઉમેદવારો અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે ધીરે ધીરે અરવલ્લી-સાબરકાંઠામાં અનેક દલાલો નોકરી ઇચ્છુક ઉમેદવારો પાસેથી રૂપિયા ખંખેરી લીધા છતાં પોલીસ તપાસ અને આબરૂના ડરે મગનું નામ મરી પાડવા તૈયાર નથી મોડાસા શહેરની બાયપાસ રોડ પર આવેલી ખ્યાતનામ હોટેલના હોલમાં રીતસર સાબરકાંઠાના દલાલે જુનિયર ઈજનેરની નોકરી માટે બોલી બોલાવી હોય તેમ 25 થી 27 લાખ રૂપિયા નક્કી કર્યા બાદ દલાલના વચોટિયાઓએ 23 લાખમાં ઉમેદવાર દીઠ ડીલ નક્કી કરી હતી આ મિટિંગમાં 15 જેટલા ઉમેદવારો અને તેમના પરિવારના મોભી હાજર રહ્યા હતા વરુણ નામના દલાલે અગાઉ પણ આ રીતે સરકારી નોકરી અપાવી હોવાથી તેની વાતમાં મોટા ભાગના લાલચુ લોકો આવી ગયા હતા અને અડધી રકમ ગણતરીના દિવસોમાં આપી પણ દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી