મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના કતલખાનાઓમાં ગૌવંશની કતલ થતી હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે. જીલ્લામાં ગૌવંશની હેરાફેરી વાહનોમાં મોટા પ્રમાણમાં થતી હોવાનો પર્દાફાશ પોલીસે કરી કસાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી દેતી હોય છે,મોડાસા ટાઉન પોલીસે ભોઈવાડા રોડ પરથી રિક્ષામાં વાછરડાને મુશ્કેટાટ હાલતમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી કતલખાને ધકેલી દે તે પહેલા બચાવી લઇ ચાંદટેકરી અને રાણાસૈયદ વિસ્તારના બે કસાઇઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.પી.ડાભી અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ભોઈવાડા રોડ પરથી રિક્ષામાં વાછરડો ભરી પુરઝડપે પસાર થતા સ્થાનિક લોકોએ રિક્ષાને અટકાવી હોવાની જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી રિક્ષામાં મુશ્કેટાટ હાલતમાં બાંધેલ અને ઘાસચારા કે પાણીની સગવડ વગર કણસતા વાછરડાને બચાવી લઇ ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપવા તજવીજ હાથધરી 1) નસરુદ્દીન ઇકબાલ મુલતાની (રહે,ચાંદટેકરી) અને 2)ગુલાબ કાલુ મુલતાની (રહે,રાણાસૈયદ) ની ધરપકડ કરી બંને કસાઇઓ વિરુદ્ધ એમવી એક્ટ તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા