37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ બુટલેગરની દારૂ સંતાડવાની નવી ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ગોઠે ચઢી : અરવલ્લી...

બુટલેગરની દારૂ સંતાડવાની નવી ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ગોઠે ચઢી : અરવલ્લી LCBએ ગોતાપુર ડુંગરીમાંથી 1.61 લાખનો શરાબ જપ્ત કર્યો

0
308

બુટલેગર અજયસિંહ વીરભદ્રસિંહ ઝાલાના કીમિયા પર એલસીબી પોલીસ ભારે પડી, બુટલેગરને દબોચી જેલના સળિયા પાછળ ધકેલ્યો
ગાબટના બુટલેગર દિલીપસિંહ તખતસિંહ સોલંકીનો દારૂ હતો
સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારુ પાણીની માફક વેચાણ થતો હોવાની લોક ચર્ચાને LCB પોલીસે મહોર લગાવી કે શું…???

અરવલ્લી જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા પછી જીલ્લા પોલીસતંત્રએ દેશી-વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત રેડ કરી રહી છે જીલ્લા પોલીસતંત્રની બુટલેગરો પર ધોંસ વધતા બુટલેગરો અવનવા કીમિયા અપનાવી રહ્યા છે અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે સાઠંબા પોલીસને ઉંઘતી રાખી ગોતાપુર ડુંગરી વિસ્તારમાં ત્રાટકી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી ખાડામાં સંતાડેલ 1268 બોટલ શરાબ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી એલસીબી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો રહેણાંક વિસ્તારમાંથી ઝડપી લેતા સાઠંબા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહીલની ટીમે સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ દરિમિયાન ગોતાપુર ડુંગરી વિસ્તારમાં રહેતા અજયસિંહ વીરભદ્રસિંહ ઝાલાનાના ઘરે મોટી માત્રામાં રાજસ્થાનથી વિદેશી દારૂ ઠાલવવામાં આવ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી તેના મકાન અને તેની બહાર બનાવેલ ઢાળીયા સહીત ઠેર ઠેર તપાસ હાથધરી છતાં દારૂ ન મળી આવતા પોલીસને પરસેવો પડી ગયો હતો બાતમી સજ્જડ હોવાથી પોલીસે પ્રયત્ન શોધખોળ યથાવત રાખી હતી
અરવલ્લી એલસીબી પોલીસને ઢાળીયાની બાજુમાં ખાડો મળી આવતા પોલીસ પણ અચંબિત બની હતી ખાડામાં ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ બિયરના ટીન 1188 અને વિદેશી દારૂની બોટલ 140 મળી કુલ નંગ-1268 કીં.રૂ.161700/-નો જથ્થો ઝડપી બુટલેગર અજયસિંહ વીરભદ્રસિંહ ઝાલાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અજયસિંહ વીરભદ્રસિંહ ઝાલાના ઢાળીયા નજીક ખાડામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો બાયડ તાલુકાના ગાબટ ગામના દિલીપસિંહ તખતસિંહ સોલંકીએ મંગાવ્યો હોવાનું જણાવતા એલસીબી પોલીસે દિલીપસિંહ તખતસિંહ સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!